સંસ્કૃત ટીકા કરીને ગહન વિષયને પણ સરળ કર્યો છે તથા તેમણે આ શાસ્ત્રના
કળશો સંસ્કૃત પદ્યોમાં રચ્યા છે. વિદ્વદ્વર્ય શ્રી પાંડે રાજમલજીએ કળશો ઉપર
બાલબોધિની ટીકા કરી છે અને તેના ઉપરથી વિદ્વાન પં. કવિવર શ્રી
બનારસીદાસજીએ આ સમયસાર નાટકની રચના કરી છે. આ ગ્રંથ અધ્યાત્મનું એક
ઉજ્જવલ રત્ન છે અને પઠન-પાઠન માટે અત્યુપયોગી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીએ આ ગ્રંથ ઉપર પોતાની સચોટ અને સુબોધ શૈલીથી રોચક પ્રવચન
કર્યાં છે. તેથી આ સર્વ આત્માનુભવી મહાત્માઓનો જૈન જગત ઉપર પરમ ઉપકાર
છે.
અનુવાદ વઢવાણ નિવાસી સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે
જિનવાણી પ્રત્યેની ભક્તિવશ, અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્ન નિઃસ્પૃહ ભાવે કરી આપ્યો
છે. તે બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.