Natak Samaysar (Gujarati). Gatha: 16-18.

< Previous Page   Next Page >


Page 13 of 444
PDF/HTML Page 40 of 471

 

background image
ઉત્થાનિકા ૧૩
સમ્યગ્દર્શનાદિ ગુણોનો પિંડ છે, સરળ રસ્તો છે, એના મહિમાનું વર્ણન કરતાં ઈન્દ્રો
પણ લજ્જિત થાય છે, જેમને આ ગ્રંથના પક્ષરૂપ પાંખો પ્રાપ્ત થઈ છે તેઓ જ્ઞાનરૂપી
આકાશમાં વિહાર કરે છે, અને જેને આ ગ્રંથના પક્ષરૂપ પાંખો નથી તેઓ જગતની
જંજાળમાં ફસાય છે. આ ગ્રંથ શુદ્ધ સુવર્ણ જેવો નિર્મળ છે, વિષ્ણુના વિરાટરૂપ જેવો
વિસ્તૃત છે, આ ગં્રથ સાંભળવાથી હૃદયનાં દ્વાર ખૂલી જાય છે. ૧પ.
અનુભવનું વર્ણન (દોહરા)
कहौं शुद्ध निहचै कथा, कहौं शुद्ध विवहार।
मुकतिपंथकारन कहौं
अनुभौको अधिकार।। १६।।
અર્થઃ– શુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ વ્યવહારનય અને મોક્ષમાર્ગમાં કારણભૂત
આત્માનુભવની ચર્ચાનું હું વર્ણન કરું છું. ૧૬.
અનુભવનું લક્ષણ (દોહરા)
वस्तु विचारत ध्यावतैं, मन पावै विश्राम।
रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम।। १७।।
અર્થઃ– આત્મપદાર્થનો વિચાર અને ધ્યાન કરવાથી ચિત્તને જે શાંતિ મળે છે
તથા આત્મિકરસનો આસ્વાદ કરવાથી જે આનંદ મળે છે તેને જ અનુભવ કહે છે.
૧૭.
અનુભવનો મહિમા (દોહરા)
अनुभव चिंतामनिरतन, अनुभव हे रसकूप।
अनुभव मारग मोखकौ, अनुभव मोख सरूप।। १८।।
શબ્દાર્થઃ– ચિંતામણિ=મનોવાંછિત પદાર્થ આપનાર.
અર્થઃ– અનુભવ ચિંતામણિ રત્ન છે, શાંતિરસનો કૂવો છે, મોક્ષનો માર્ગ છે
અને મોક્ષસ્વરૂપ છે. ૧૮.