૪૦૪ સમયસાર નાટક
અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, તે સર્વજ્ઞદેવ અઢાર દોષરહિત છે. પં.
બનારસીદાસજી કહે છે કે તેમને મારા ત્રિકાળ વંદન છે. ૧૦૭.
કેવળી ભગવાનને અઢાર દોષ હોતા નથી (કુંડળિયા)
दूषन अठ्ठारह रहित, सो केवलि संजोग।
जनम मरन जाकै नही, नहिं निद्रा भय रोग।।
नहिं निद्रा भय रोग, सोग विस्मय न मोह मति।
जरा खेद परस्वेद, नांहि मद बैर विषै रति।।
चिंता नांहि सनेह, नांहि जहँ प्यास न भूखन।।
थिर समाधि सुख सहित, रहित अठ्ठारह दूषन।। १०८।।
શબ્દાર્થઃ– સોગ = શોક. વિસ્મય =આશ્ચર્ય. જરા = વૃદ્ધાવસ્થા. પરસ્વેદ
(પ્રસ્વેદ) =પરસેવો. સનેહ =રાગ.
અર્થઃ– જન્મ, મૃત્યુ, નિદ્રા, ભય, રોગ, શોક, આશ્ચર્ય, મોહ, વૃદ્ધાવસ્થા, ખેદ,
પરસેવો, ગર્વ, દ્વેષ, રતિ, ચિંતા, રાગ, તરસ, ભૂખ- આ અઢાર દોષ સયોગકેવળી
જિનરાજને હોતા નથી અને નિર્વિકલ્પ આનંદમાં સદા લીન રહે છે ૧૦૮.
કેવળજ્ઞાની પ્રભુના પરમૌદારિક શરીરના અતિશય (કુંડળિયા)
वानी जहां निरच्छरी, सप्त धातु मल नांहि।
केस रोम नख नहिं बढैं, परम उदारिक मांहि।।
परम उदारिक मांहि, जांहि इंद्रिय विकार नसि।
यथाख्यातचारित प्रधान, थिर सुकल ध्यान ससि।।
लोकालोक प्रकास–करन केवल रजधानी।
सो तेरम गुनथान, जहां अतिशयमय वानी।। १०९।।
શબ્દાર્થઃ– નિરચ્છરી = અક્ષર રહિત. કેસ (કેશ) = વાળ. ઉદારિક
(ઔદારિક) = સ્થૂળ.