૪૦૬ સમયસાર નાટક
કોઈ જીવને શાતાનો ઉદય રહે છે અશાતાનો નથી રહેતો. જ્યાં જીવને મન, વચન,
કાયાના યોગોની પ્રવૃત્તિ સર્વથા શૂન્ય થઈ જાય છે, જેમના જગતજયી હોવાના ગીત
ગાવામાં આવે છે, જેમને સયોગી જિન સમાન અઘાતિયા કર્મ-પ્રકૃતિઓની સત્તા રહે
છે તેમનો અંતના બે સમયમાં સર્વથા ક્ષય૧ કરે છે, જે ગુણસ્થાનનો કાળ હ્રસ્વ પાંચ
અક્ષર જેટલો છે, તે અયોગીજિન ચૌદમું ગુણસ્થાન છે. ૧૧૧.
એ પ્રમાણે ચૌદ ગુણસ્થાન અધિકારનું વર્ણન સમાપ્ત થયું.
બંધનું મૂળ આસ્રવ અને મોક્ષનું મૂળ સંવર છે (દોહરા)
चौदह गुनथानक दसा, जगवासी जिय मूल।
आस्रव संवर भाव द्वै, बंध मोखकेमूल।। ११२।।
અર્થઃ– ગુણસ્થાનોની આ ચૌદ અવસ્થાઓ સંસારી અશુદ્ધ જીવોની છે,
આસ્રવ અને સંવરભાવ બંધ અને મોક્ષના મૂળ છે અર્થાત્ આસ્રવ બંધનું મૂળ છે
અને સંવર મોક્ષનું મૂળ છે.૧૧૨.
સંવરને નમસ્કાર (ચોપાઈ)
आस्रव संवर परनति जौलौं।
जगतनिवासी चेतन तौलौं।।
आस्रव संवर विधि विवहारा।
दोऊ भव–पथ सिव–पथ धारा।। ११३।।
आस्रवरूप बंध उतपाता।
संवर ग्यान मोख–पद–दाता।।
जा संवरसौं आस्रव छीजै।
ताकौं नमस्कार अब कीजै।। ११४।।
અર્થઃ– જ્યાંસુધી આસ્રવ અને સંવરના પરિણામ છે, ત્યાં સુધી જીવનો
સંસારમાં નિવાસ છે. તે બન્નેમાં આસ્રવ-વિધિનો વ્યવહાર સંસાર માર્ગની પરિણતિ
_________________________________________________________________
૧. પુનિ ચૌદહેં ચૌથે સુકલબલ બહત્તર તેરહ હતી. (જિનેન્દ્ર-પંચકલ્યાણક)