૪૧૨ સમયસાર નાટક
ત્રણ કવિઓના નામ (સવૈયા એકત્રીસા)
कुंदकुंदाचारिज प्रथम गाथाबद्ध कंरि,
समैसार नाटक विचारि नाम दयौहै।
ताहीकी परंपरा अमृतचंद्र भये तिन,
संसकृत कलस सम्हारि सुख लयौ है।।
प्रगटयौ बनारसी गृहस्थ सिरीमाल अब,
किये हैं कवित्त हियै बोधिबीजबयौ है।
सबद अनादि तामैं अरथ अनादि जीव,
नाटक अनादि यौं अनादि ही कौ भयौ है।। ८।।
અર્થઃ– આને પહેલાં સ્વામી કુંદકુંદાચાર્યે પ્રાકૃત ગાથા છંદમાં રચ્યું, અને
સમયસાર નામ રાખ્યું. તેમની જ રચના પર તેમની જ આમ્નાયના સ્વામી અને
અમૃતચંદ્રસૂરિ સંસ્કૃતભાષાના કળશ રચીને પ્રસન્ન થયા. પછી શ્રીમાળ જાતિમાં
પંડિત બનારસીદાસજી શ્રાવકધર્મના પ્રતિપાલક થયા, તેમણે કવિત્તાઓની રચના
કરીને હૃદયમાં જ્ઞાનનું બીજ વાવ્યું આમ તો શબ્દ અનાદિ છે તેનો પદાર્થ અનાદિ છે,
જીવ અનાદિ છે, નાટક અનાદિ છે, તેથી નાટક સમયસાર અનાદિકાળથી જ છે. ૮.
સુકવિનું લક્ષણ (ચોપાઈ)
अब कछु कहौं जथारथ वानी।
सुकवि कुकविकी कथा कहानी।।
प्रथमहिं सुकवि कहावैसोई।
परमारथ रस वरनै जोई।। ९।।
कलपितबात हियै नहिं आनै।
गुरुपरंपरा रीति बखानै।।
सत्यारथ सैलि नहिं छंडै।
मृषावादसौं प्रीति न मंडै।। १०।।