Natak Samaysar (Gujarati). Gatha: 11-12.

< Previous Page   Next Page >


Page 34 of 444
PDF/HTML Page 61 of 471

 

background image
૩૪ સમયસાર નાટક
માટે નિક્ષેપ પણ નિષ્પ્રયોજન છે, એટલું જ નહિ આ ત્રણે અનુભવની દશામાં બાધા
કરે છે પરંતુ તેમને હાનિ કરનાર સમજીને પ્રથમ અવસ્થામાં છોડવાનો ઉપદેશ નથી,
કેમકે એમના વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. આ નય આદિ સાધક છે અને
અનુભવ સાધ્ય છે, જેમ દંડ, ચક્ર આદિ સાધનો વિના ઘડાની ઉત્પત્તિ થતી નથી.
પરંતુ જેવી રીતે ઘટ પદાર્થ સિદ્ધ થયા પછી દંડ, ચક્ર આદિ વિડંબનારૂપ જ થાય છે
તેવી જ રીતે અનુભવ પ્રાપ્ત થયા પછી નય-નિક્ષેપ આદિના વિકલ્પ હાનિકારક છે.
૧૦.
શુદ્ધનયની અપેક્ષાએ જીવનું સ્વરૂપ (અડિલ્લ)
आदि अंत पूरन–सुभाव–संयुक्तहै।
पर–सरूप–परजोग–कल्पनामुक्त है।।
सदा एकरस प्रगट कही है
जैनमैं।
सुद्धनयातम वस्तु विराजै बेनमैं।। ११।।
શબ્દાર્થઃ– આદિ અંત=સદૈવ. જોગ=સંયોગ. કલ્પનામુક્ત=કલ્પનાથી રહિત.
અર્થઃ– જીવ, આદિ અવસ્થા નિગોદથી માંડીને અંત અવસ્થા સિદ્ધપર્યાય સુધી
પોતાના પરિપૂર્ણ સ્વભાવથી સંયુક્ત છે, પરદ્રવ્યોની કલ્પનાથી રહિત છે, સદૈવ એક
ચૈતન્યરસથી સંપન્ન છે એમ શુદ્ધનયની અપેક્ષાએ જિનવાણીમાં કહ્યું છે.
હિતોપદેશ કવિત્ત (૩૧ માત્રા)
सदगुरु कहै भव्यजीवनिसौं,
तोरहु तुरित मोहकी जेल।
_________________________________________________________________
आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकं।
विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।। १०।।
न हि विद्धति बद्धस्पृष्टभावादयोऽमी।
स्फुटमुपरि तरन्तोऽऽप्येत्य यत्र प्रतिष्ठां।
अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावं।। ११।।