अजीवद्रव्यव्याख्यानोपसंहारोयम् ।
तेषु मूलपदार्थेषु पुद्गलस्य मूर्तत्वम्, इतरेषाममूर्तत्वम् । जीवस्य चेतनत्वम्, इतरेषामचेतनत्वम् । स्वजातीयविजातीयबन्धापेक्षया जीवपुद्गलयोरशुद्धत्वम्, धर्मादीनां चतुर्णां विशेषगुणापेक्षया शुद्धत्वमेवेति ।
वदनसरसिजाते यस्य भव्योत्तमस्य ।
लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत् ।।५३।।
અન્વયાર્થઃ[पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય [मूर्तं] મૂર્ત છે, [शेषाणि] બાકીનાં દ્રવ્યો [मूर्तिविरहितानि] મૂર્તત્વ રહિત [भवन्ति] છે; [जीवः] જીવ [चैतन्यभावः] ચૈતન્યભાવવાળો છે, [शेषाणि] બાકીનાં દ્રવ્યો [चैतन्यगुणवर्जितानि] ચૈતન્યગુણ રહિત છે.
ટીકાઃઆ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે.
તે (પૂર્વોક્ત) મૂળ પદાર્થોમાં, પુદ્ગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે; જીવ ચેતન છે, બાકીના અચેતન છે; સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી જીવ તથા પુદ્ગલને (બંધ- અવસ્થામાં) અશુદ્ધપણું હોય છે, ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા) શુદ્ધપણું જ છે.
[હવે આ અજીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ] એ રીતે લલિત પદોની પંક્તિ જે ભવ્યોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીઘ્ર સમયસાર (શુદ્ધ આત્મા) પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? ૫૩.
૧૦