[શ્લોકાર્થઃ] શુદ્ધ-અશુદ્ધની જે ૧વિકલ્પના તે મિથ્યાદ્રષ્ટિને હંમેશાં હોય છે;
સમ્યગ્દ્રષ્ટિને તો હંમેશાં (એવી માન્યતા હોય છે કે) કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ
છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે
સમ્યગ્દ્રષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. ૭૨.
આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે;
સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯.
અન્વયાર્થઃ[एते] આ (પૂર્વોક્ત) [सर्वे भावाः] બધા ભાવો [खलु] ખરેખર
[व्यवहारनयं प्रतीत्य] વ્યવહારનયનો આશ્રય કરીને [भणिताः] (સંસારી જીવોમાં વિદ્યમાન)
કહેવામાં આવ્યા છે; [शुद्धनयात्] શુદ્ધનયથી [संसृतौ] સંસારમાં રહેલા [सर्वे जीवाः] સર્વ જીવો
[सिद्धस्वभावाः] સિદ્ધસ્વભાવી છે.
ટીકાઃઆ, નિશ્ચયનય અને વ્યવહારનયના ૨ઉપાદેયપણાનું પ્રકાશન (-કથન) છે.
(शार्दूलविक्रीडित)
शुद्धाशुद्धविकल्पना भवति सा मिथ्याद्रशि प्रत्यहं
शुद्धं कारणकार्यतत्त्वयुगलं सम्यग्द्रशि प्रत्यहम् ।
इत्थं यः परमागमार्थमतुलं जानाति सद्द्रक् स्वयं
सारासारविचारचारुधिषणा वन्दामहे तं वयम् ।।७२।।
एदे सव्वे भावा ववहारणयं पडुच्च भणिदा हु ।
सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा ।।४9।।
एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य भणिताः खलु ।
सर्वे सिद्धस्वभावाः शुद्धनयात् संसृतौ जीवाः ।।४9।।
निश्चयव्यवहारनययोरुपादेयत्वप्रद्योतनमेतत् ।
૧વિકલ્પના = વિપરીત કલ્પના; ખોટી માન્યતા; અનિશ્ચય; શંકા; ભેદ પાડવા.
૨પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક્ જ્ઞાન હોવું જોઈએ. ‘પોતાને
કથંચિત્ વિભાવપર્યાયો વિદ્યમાન છે’ એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું
પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે ‘વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય
૧૦૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-