Niyamsar (Gujarati). Shuddhanischay-Prayashchitt Adhikar Gatha: 113.

< Previous Page   Next Page >


Page 225 of 380
PDF/HTML Page 254 of 409

 

background image
૨૨૫
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
अथाखिलद्रव्यभावनोकर्मसंन्यासहेतुभूतशुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः कथ्यते
वदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावो
सो हवदि पायछित्तं अणवरयं चेव कायव्वो ।।११३।।
व्रतसमितिशीलसंयमपरिणामः करणनिग्रहो भावः
स भवति प्रायश्चित्तम् अनवरतं चैव कर्तव्यः ।।११३।।
निश्चयप्रायश्चित्तस्वरूपाख्यानमेतत
पंचमहाव्रतपंचसमितिशीलसकलेन्द्रियवाङ्मनःकायसंयमपरिणामः पंचेन्द्रियनिरोधश्च स
खलु परिणतिविशेषः, प्रायः प्राचुर्येण निर्विकारं चित्तं प्रायश्चित्तम्, अनवरतं
હવે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સંન્યાસના હેતુભૂત શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત
અધિકાર કહેવામાં આવે છે.
વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇન્દ્રિયરોધરૂપ છે ભાવ જે
તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩.
અન્વયાર્થઃ[व्रतसमितिशीलसंयमपरिणामः] વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ
પરિણામ તથા [करणनिग्रहः भावः] ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ [सः] તે [प्रायश्चित्तम्] પ્રાયશ્ચિત્ત
[भवति] છે [च एव] અને તે [अनवरतं] નિરંતર [कर्तव्यः] કર્તવ્ય છે.
ટીકાઃઆ, નિશ્ચય-પ્રાયશ્ચિત્તના સ્વરૂપનું કથન છે.
પાંચ મહાવ્રતરૂપ, પાંચ સમિતિરૂપ, શીલરૂપ અને સર્વ ઇન્દ્રિયોના ને મનવચનકાયાના
સંયમરૂપ પરિણામ તથા પાંચ ઇન્દ્રિયોનો નિરોધએ પરિણતિવિશેષ તે પ્રાયશ્ચિત્ત છે.
પ્રાયશ્ચિત્ત એટલે પ્રાયઃ ચિત્તપ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. અંતર્મુખાકાર પરમ-સમાધિથી યુક્ત,