अत्रापि निरुपाधिस्वरूपलक्षणपरमात्मतत्त्वमुक्त म् ।
अखिलदुरघवीरवैरिवरूथिनीसंभ्रमागोचरसहजज्ञानदुर्गनिलयत्वादव्याबाधम्, सर्वात्म- प्रदेशभरितचिदानन्दमयत्वादतीन्द्रियम्, त्रिषु तत्त्वेषु विशिष्टत्वादनौपम्यम्, संसृति- पुरंध्रिकासंभोगसंभवसुखदुःखाभावात्पुण्यपापनिर्मुक्त म्, पुनरागमनहेतुभूतप्रशस्ताप्रशस्तमोह- रागद्वेषाभावात्पुनरागमनविरहितम्, नित्यमरणतद्भवमरणकारणकलेवरसंबन्धाभावान्नित्यम्, निजगुणपर्यायप्रच्यवनाभावादचलम्, परद्रव्यावलम्बनाभावादनालम्बमिति
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः — રહિત, [नित्यम्] નિત્ય, [अचलम्] અચળ અને [अनालंबम्] નિરાલંબ છે.
ટીકાઃ — અહીં પણ, નિરુપાધિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મતત્ત્વ કહ્યું છે.
(પરમાત્મતત્ત્વ આવું છેઃ – ) સમસ્ત દુષ્ટ ૧અઘરૂપી વીર શત્રુઓની સેનાના ધાંધલને અગોચર એવા સહજજ્ઞાનરૂપી કિલ્લામાં રહેઠાણ હોવાને લીધે અવ્યાબાધ (નિર્વિઘ્ન) છે; સર્વ આત્મપ્રદેશે ભરેલા ચિદાનંદમયપણાને લીધે અતીંદ્રિય છે; ત્રણ તત્ત્વોમાં વિશિષ્ટ હોવાને લીધે (બહિરાત્મતત્ત્વ, અંતરાત્મતત્ત્વ અને પરમાત્મતત્ત્વ એ ત્રણેમાં વિશિષ્ટ — ખાસ પ્રકારનું — ઉત્તમ હોવાને લીધે) અનુપમ છે; સંસારરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતાં સુખદુઃખનો અભાવ હોવાને લીધે પુણ્યપાપ વિનાનું છે; પુનરાગમન રહિત છે; ૩નિત્ય મરણના અને તે ભવ સંબંધી મરણના કારણભૂત કલેવરના (શરીરના) સંબંધનો અભાવ હોવાને લીધે નિત્ય છે; નિજ ગુણો અને પર્યાયોથી ચ્યુત નહિ થતું હોવાને લીધે અચળ છે; પરદ્રવ્યના અવલંબનનો અભાવ હોવાને લીધે નિરાલંબ છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૮મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૩૫
૨પુનરાગમનના હેતુભૂત પ્રશસ્ત-અપ્રશસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાને લીધે
૧. અધ્યાત્મશાસ્ત્રોમાં ઘણાં સ્થળે પાપ તેમ જ પુણ્ય બન્નેને ‘અઘ’ અથવા ‘પાપ’ કહેવામાં આવે છે.
૨. પુનરાગમન = (ચાર ગતિમાંની કોઈ ગતિમાં) પાછા આવવું તે; ફરીને જન્મવું તે.
૩. નિત્ય મરણ = સમયે સમયે થતો આયુકર્મના નિષેકોનો ક્ષય