(બાકીનાં) પાંચ દ્રવ્યોને અવકાશદાન ( – અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે
આકાશ છે.
(બાકીનાં) પાંચ દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત તે કાળ છે.
(જીવ સિવાયનાં) ચાર અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે; તેમના પર્યાયો પણ તેવા
(શુદ્ધ જ) છે.
[હવે નવમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની
શ્રદ્ધાનું ફળ વર્ણવે છેઃ]
[શ્લોકાર્થઃ — ] એ રીતે તે ષટ્દ્રવ્યસમૂહરૂપી રત્નને — કે જે (રત્ન) તેજના
અંબારને લીધે કિરણોવાળું છે અને જે જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે
તેને — જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે (શોભા માટે) ધારણ કરે છે, તે
પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની
યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે). ૧૬.
ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે;
જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦.
અન્વયાર્થઃ — [जीवः] જીવ [उपयोगमयः] ઉપયોગમય છે. [उपयोगः] ઉપયોગ
लक्षणमाकाशम् । पंचानां वर्तनाहेतुः कालः । चतुर्णाममूर्तानां शुद्धगुणाः, पर्यायाश्चैतेषां
तथाविधाश्च ।
(मालिनी)
इति जिनपतिमार्गाम्भोधिमध्यस्थरत्नं
द्युतिपटलजटालं तद्धि षड्द्रव्यजातम् ।
हृदि सुनिशितबुद्धिर्भूषणार्थं विधत्ते
स भवति परमश्रीकामिनीकामरूपः ।।१६।।
जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ ।
णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति ।।१०।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૨૩