બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ — ] બન્ને નયોના વિરોધને નષ્ટ કરનારા, સ્યાત્પદથી અંકિત
જિનવચનમાં જે પુરુષો રમે છે, તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને, અનૂતન (અનાદિ)
અને કુનયના પક્ષથી નહિ ખંડિત થતી એવી ઉત્તમ પરમજ્યોતિનેસમયસારનેશીઘ્ર દેખે
છે જ.’’
વળી (આ જીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ — ] જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા પરમજિનના
પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે એવા જે સત્પુરુષો તેઓ શીઘ્ર સમયસારને
અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર ૫૨ મતના કથનથી સજ્જનોને શું ફળ છે (અર્થાત્ જગતના
જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે)? ૩૬.
नयद्वयबलेन शुद्धाशुद्धा इत्यर्थः ।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः —
(मालिनी)
‘‘उभयनयविरोधध्वंसिनि स्यात्पदांके
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः ।
सपदि समयसारं ते परं ज्योतिरुच्चै-
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव ।’’
तथा हि —
(मालिनी)
अथ नययुगयुक्तिं लंघयन्तो न सन्तः
परमजिनपदाब्जद्वन्द्वमत्तद्विरेफाः ।
सपदि समयसारं ते ध्रुवं प्राप्नुवन्ति
क्षितिषु परमतोक्ते : किं फलं सज्जनानाम् ।।३६।।
૪૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-