જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુક્ હાન તું નાવિક મળ્યો.
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે ; પરદ્રવ્ય નાતો તૂટે;
ક રુણા અકારણ સમુદ્ર ! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
વાણી ચિન્મૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,