કર્યું તેનું ફળ રાત્રિભોજનથી ચાલ્યું જાય છે, ઉલટો પાપનો બંધ થાય છે. રાત્રિભોજન અધર્મ
છે છતાં જેમણે તેને ધર્મ માન્યો છે તે કઠોર ચિત્તવાળાઓને પ્રતિબોધ કરવો બહુ કઠણ છે.
જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે જીવજંતુ નજરે ચડતાં નથી. તે વખતે વિષયના લાલચુ જે
જીવો ભોજન કરે છે તે દુર્ગતિનાં દુઃખ ભોગવે છે. તે યોગ્ય-અયોગ્યને જાણતા નથી. જે
અવિવેકી રાત્રિભોજન કરે છે તે માખી, કીડી, કેશ વગેરેનું ભક્ષણ કરે છે. જે રાત્રિભોજન
કરે છે તે શ્વાન, બિલાડી, ઉંદર આદિ મલિન પ્રાણીઓની એંઠનો આહાર કરે છે. વધુ
વિસ્તારથી શો લાભ? એક જ કહેવાનું કે જે રાત્રિભોજન કરે છે તે સર્વ અશુચિનું ભોજન
કરે છે, સૂર્યાસ્ત થયા પછી કાંઈ નજરે પડે નહિ માટે બે મુહૂર્ત દિવસ બાકી હોય ત્યારથી
માંડીને બે મુહૂર્ત દિવસ ચડે ત્યાં સુધી વિવેકીઓએ ચારે પ્રકારનો આહાર ન કરવો. અશન,
પાન, ખાદ્ય, સ્વાદ્ય એ ચારેય પ્રકારના આહાર છોડવા. જે રાત્રિભોજન કરે છે તે મનુષ્ય
નથી, પશુ છે. જિનશાસનથી વિમુખ, વ્રતનિયમથી રહિત જે રાતદિવસ ભોજન કરે છે તે
પરલોકમાં કેવી રીતે સુખી થાય? જે દયારહિત જીવ જિનેન્દ્રદેવની, જિનધર્મની અને
ધર્માત્માઓની નિંદા કરે છે તે પરભવમાં નરકમાં જાય છે અને ત્યાંથી નીકળીને તિર્યંચ કે
મનુષ્ય થાય તો દુર્ગંધયુક્ત મુખવાળો થાય છે. માંસ, મદ્ય, મધ, રાત્રિભોજન, ચોરી અને
પરનારીનું સેવન કરે છે તે બન્ને જન્મ ખોવે છે. રાત્રિભોજન કરનાર હીન આયુષ્યવાળો,
વ્યાધિપીડિત, સુખરહિત થાય છે. રાત્રિભોજનના પાપથી ઘણો કાળ જન્મમરણનાં દુઃખ
ભોગવે છે, રાત્રિભોજી અનાચારી ભૂંડ, કૂતરો, ગધેડો, બિલાડી, કાગડો થઈ અનેક યોનિમાં
ઘણો કાળ ભ્રમણ કરે છે, જે કુબુદ્ધિ રાત્રિભોજન કરે છે તે નિશાચર સમાન છે અને જે
ભવ્ય જીવ જિનધર્મ પામીને નિયમમાં રહે છે તે સમસ્ત પાપ બાળીને મોક્ષપદ પામે છે. જે
વ્રત લઈને તેનો ભંગ કરે છે તે દુઃખી જ છે. જે અણુવ્રતોમાં પરાયણ રત્નત્રયધારક શ્રાવક
છે તે દિવસે જ ભોજન કરે છે, દોષરહિત યોગ્ય આહાર કરે છે. જે દયાવાન રાત્રિભોજન ન
કરે તે સ્વર્ગમાં સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને ચક્રવર્તી આદિનાં સુખ ભોગવે છે. ચક્રવર્તી,
કામદેવ, બળદેવ, મહામાંડળિક, મહારાજા, રાજાધિરાજ, ઉદારચિત્ત, દીર્ધાયુષી, જિનધર્મના
મર્મી, જગતના હિતકર, અનેક નગર ગ્રામાદિકના અધિપતિ, સર્વ લોકના વલ્લભ, દુસ્સહ
તેજના ધારક, રાજાઓના મંત્રી, પુરોહિત, સેનાપતિ, રાજશ્રેષ્ઠી વગેરેનાં ઉચ્ચ પદ
રાત્રિભોજનના ત્યાગી મેળવે છે. સૂર્ય સરખા પ્રતાપી, ચંદ્ર સરખા સૌમ્ય દર્શનવાળા, જેમનો
પ્રતાપ અસ્ત ન પામે એવા તે જ થાય છે જેઓ સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી.
રાત્રિભોજનના પાપથી સ્ત્રી અનાથ, અભાગિની, શોક અને દારિધ્રથી પૂર્ણ, રૂક્ષ શરીરવાળી,
નિંદ્ય અંગોપાંગવાળી, રોગિયલ, એંઠ ખાનાર, મજૂરી કરનાર થાય છે. તેનો પતિ કુરૂપ,
કુશીલ, કોઢી, ધનકુટુંબરહિત હોય છે. રાત્રિભોજનથી વિધવા, બાળવિધવા, અપમાનિત,
મહાદુઃખે પેટ પૂરતું ભોજન મેળવનાર, નિંદાનાં વચનોથી ખિન્ન ચિત્તવાળી સ્ત્રી થાય છે, જે
નારી શીલવાન છે, શાંત ચિત્તવાળી છે, દયાળું છે, રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે સ્વર્ગમાં
મનવાંછિત ભોગ પામે છે. અનેક દેવદેવી