નથી કરતા? જેનું સુદર્શન ચક્ર સર્વ કાર્યની સિદ્ધિ કરનારું દેવાધિષ્ઠિત છે, જેમાં
મધ્યાહ્નના સૂર્યનાં કિરણો સમાન કિરણોનો સમૂહ છે, જે ઉદ્ધત પ્રચંડ રાજાઓ આજ્ઞા ન
માને તેમનો વિધ્વંશ કરનાર, અતિદેદીપ્યમાન, નાના પ્રકારનાં રત્નોથી શોભતા હતા,
દંડરત્ન દુષ્ટ જીવોને માટે કાળ સમાન, ભયંકર, ઉગ્ર તેજવાળું જાણે કે ઉલ્કાપાતનો સમૂહ
જ છે એવું પ્રચંડ તેમની આયુધશાળામાં પ્રગટ થયું હતું તે રાવણ આઠમા પ્રતિવાસુદેવ,
જેની કીર્તિ સુંદર છે, પૂર્વોપાર્જિત કર્મના વશે કુળની પરિપાટીથી ચાલતી આવેલી
લંકાપુરીમાં સંસારનાં અદ્ભૂત સુખ ભોગવતાં હતાં. તે રાક્ષસ જાતિના વિદ્યાધરોના કુળના
તિલક છે, લંકામાં પ્રજાને કોઈ જાતનું દુઃખ નથી, શ્રી મુનિસુવ્રતનાથના મોક્ષ પામ્યા પછી
અને શ્રી નમિનાથના જન્મ પહેલાં રાવણ થયો. પણ પરમાર્થરહિત ઘણા મૂઢ લોકોએ
તેમનું કથન કાંઈકને બદલે કાંઈક કર્યું છે. તેમને માંસભક્ષી ઠરાવ્યા છે, પરંતુ તે માંસહારી
નહોતા, અન્નનો આહાર કરતા. એક સીતાના અપહરણનો અપરાધ કર્યો, તેના કારણે
મરાયા અને પરલોકમાં કષ્ટ પામ્યા. કેવો છે શ્રી મુનિસુવ્રતનાથનો સમય? સમ્યગ્દર્શન-
જ્ઞાનચારિત્રની ઉત્પત્તિનું કારણ છે. એ સમય વીત્યાને ઘણાં વર્ષો થઈ ગયાં છે તેથી
તત્ત્વજ્ઞાનરહિત વિષયી જીવોએ મોટા પુરુષનું વર્ણન કાંઈકને બદલે કાંઈક કર્યું છે.
પાપાચારી, શીલવ્રતરહિત પુરુષોની કલ્પનાજાળરૂપ ફાંસીમાં અવિવેકી, મંદભાગી
મનુષ્યોરૂપી મૃગલા બંધાઈ ગયા છે. ગૌતમ સ્વામી કહે છે કે આમ જાણીને હે શ્રેણિક!
ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ દ્વારા વંદ્ય એવા શ્રી જિનરાજના શાસ્ત્રરૂપી રત્નને તું
અંગીકાર કર. જિનરાજનું શાસ્ત્ર કેવું છે? સૂર્યથી અધિક તેનું તેજ છે. અને તું કેવો છો?
જેણે જિનશાસ્ત્રના શ્રવણથી વસ્તુનું સ્વરૂપ જાણી લીધું છે અને મિથ્યાત્વરૂપ કાદવનું કલંક
ધોઈ નાખ્યું છે.
રાજ્યાભિષેકનું વર્ણન કરનાર ઓગણીસમું પર્વ પૂર્ણ થયું.
આપની કૃપાથી આઠમા પ્રતિનારાયણ રાવણના જન્મ અને કાર્યની બધી હકીકત મેં જાણી.
તે ઉપરાંત રાક્ષસવંશી અને વાનરવંશી વિદ્યાધરોના કુળના ભેદ પણ સારી રીતે જાણ્યા.
હવે હું તીર્થંકરોનાં પૂર્વભવ સહિત સકળ ચરિત્ર સાંભળવા ઇચ્છું છું. તેમનું ચરિત્ર બુદ્ધિની
નિર્મળતાનું કારણ છે તથા આઠમા બળભદ્ર શ્રીરામચંદ્રજી સકળ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે તે
કયા વંશમાં ઉત્પન્ન થયા, તેમનું સકળ