આજ્ઞા માન્ય કરી પ્રજાના પિતાસમાન થયા. રાજ્યમાં સર્વ પ્રજાને સુખ હતું, કોઈ
અનાચાર થતો નહિ; આવું નિષ્કંટક રાજ્ય હોવા છતાં ભરતને ક્ષણમાત્ર તેનો રાગ નથી.
ત્રણે કાળે ભગવાન શ્રી અરનાથની વંદના કરે છે અને મુનિઓના મુખેથી ધર્મશ્રવણ કરે
છે. દ્યુતિભટ્ટારક નામના મુનિ કે જેમની સેવા અનેક મુનિઓ કરે છે તેમની પાસે ભરતે
એવો નિયમ લીધો છે કે રામના દર્શન થતાં જ હું મુનિવ્રત ધારણ કરીશ. ત્યારે મુનિએ
કહ્યું કે હે ભવ્ય! કમળનયન રામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તું ગૃહસ્થનાં વ્રત લે. જે
મહાત્મા નિર્ગ્રંથ છે તેમનું આચરણ અતિવિષમ છે માટે પહેલાં શ્રાવકનાં વ્રત પાળવાં,
જેથી યતિનો ધર્મ સહેલાઈથી સાધી શકાય. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તપ કરશું.
આમ વિચારતાં વિચારતાં અનેક જડબુદ્ધિ જીવો મરણ પામ્યા છે. અત્યંત અમૂલ્ય રત્ન
સમાન યતિનો ધર્મ, જેનો મહિમા ન કહી શકાય, તેને જે ધારણ કરે છે તેને કોની ઉપમા
દેવી? યતિના ધર્મથી ઊતરતો શ્રાવકનો ધર્મ છે. તેને જે પ્રમાદરહિત પાળે છે તે ધન્ય છે.
આ અણુવ્રત જ પ્રબોધનાં દાતા છે. જેમ રત્નદ્વીપમાં કોઈ મનુષ્ય ગયો અને તે જે રત્ન
લે તે દેશાંતરમાં દુર્લભ છે. તેમ, જિનધર્મ નિયમરૂપ રત્નોનો દ્વીપ છે. તેમાં જે નિયમ લે
તે જ મહાફળનો દાતા છે. જે અહિંસારૂપ રત્નને અંગીકાર કરી જિનવરને ભક્તિથી પૂજે
તે સુર-નરનાં સુખ ભોગવી મોક્ષ પામે છે અને જે સત્યવ્રતનો ધારક મિથ્યાત્વનો ત્યાગ
કરી ભાવરૂપ પુષ્પોની માળાથી જિનેશ્વરને પૂજે છે, તેની કીર્તિ પૃથ્વી પર ફેલાય છે અને
તેની આજ્ઞા કોઈ લોપી શકતું નથી. જે પરધનનો ત્યાગી જિનેન્દ્રને હૃદયમાં ધારણ કરે છે,
વારંવાર જિનેન્દ્રને નમસ્કાર કરે છે, તે નવનિધિ ચૌદ રત્નનો સ્વામી થઈ અક્ષયનિધિ
પામે છે. જે જિનરાજનો માર્ગ અંગીકાર કરી પરસ્ત્રીનો ત્યાગ કરે છે તે સર્વનાં નેત્રોને
આનંદ આપનાર મોક્ષલક્ષ્મીનો વર થાય છે. જે પરિગ્રહનું પ્રમાણ કરી સંતોષ ધારણ કરી
જિનપતિનું ધ્યાન કરે છે તે લોકપૂજિત અનંત મહિમા પામે છે. આહારદાનના પુણ્યથી
મહાસુખી થઈ તેની બધા સેવા કરે છે. અભયદાનથી નિર્ભયપદ પામે છે. સર્વ ઉપદ્રવથી
મુક્ત થાય છે. જ્ઞાનદાનથી કેવળજ્ઞાની થઈ સર્વજ્ઞપદ પામે છે. ઔષધદાનના પ્રભાવથી
રોગરહિત નિર્ભયપદ પામે છે. જે રાત્રિઆહારનો ત્યાગ કરે તે એક વર્ષમાં છ મહિનાના
ઉપવાસનું ફળ પામે છે. જોકે ગૃહસ્થપદમાં જીવ આરંભમાં પ્રવર્તે છે તો પણ શુભ ગતિનાં
સુખ પામે છે. જે ત્રિકાળ જિનદેવની વંદના કરે તેના ભાવ નિર્મળ થાય છે, તે સર્વ
પાપનો નાશ કરે છે. જે નિર્મળ ભાવરૂપ પુષ્પોથી જિનનાથને પૂજે છે તે લોકમાં પૂજનિક
થાય છે. જે ભોગી પુરુષ કમળાદિ જળના પુષ્પ અને કેતકી, માલતી આદિ પૃથ્વીનાં
પુષ્પોથી ભગવાનની અર્ચા કરે છે તે પુષ્પક વિમાન પામીને યથેષ્ટ ક્રીડા કરે છે. જે
જિનરાજ પર અગરચંદનાદિ ધૂપનું ક્ષેપણ કરે તે સુગંધી શરીરનો ધારક થાય છે. જે
ગૃહસ્થ જિનમંદિરમાં વિવેક સહિત દીપોદ્યોત કરે તે દેવલોકમાં પ્રભાવસંયુક્ત શરીર પામે
છે. જે જિનભવનમાં છત્ર, ચામર, ઝાલર, પતાકા, દર્પણાદિ મંગળ દ્રવ્ય ચડાવે,
જિનમંદિરને સુશોભિત કરે તે આશ્ચર્યકારી વૈભવ પામે છે. જે જળ, ચંદનાદિથી જિનપૂજા
કરે તે દેવોનો