શ્રાવકનાં વ્રતમાં તત્પર ન્યાય સહિત રાજ્ય કરતા હતા.
જેમ અલિપ્ત રહેતા. પોતાના ચિત્તમાં નિરંતર એવો વિચાર કરતા કે યતિનાં વ્રત ધારણ
કરું, નિર્ગ્રંથ થઈને પૃથ્વી પર વિચરું. ધન્ય છે તે ધીર પુરુષને, જે સર્વ પરિગ્રહનો ત્યાગ
કરીને તપના બળથી સમસ્ત કર્મોની ભસ્મ કરી સારભૂત નિર્વાણસુખને પામે છે. હું પાપી
સંસારમાં મગ્ન રહું છું. હું પ્રત્યક્ષ દેખું છું કે આ સમસ્ત સંસારનું ચરિત્ર ક્ષણભંગુર છે. જે
પ્રભાતે દેખીએ છીએ તે મધ્યાહ્નમાં હોતું નથી. હું મૂઢ થઈ રહ્યો છું. જે રંક
વિષયાભિલાષી સંસારમાં રાચે છે તે ખોટા મૃત્યુથી મરે છે. સર્પ, વાઘ, ગજ, જળ, અગ્નિ,
શસ્ત્ર, વિદ્યુત્પાત, શૂલારોપણ, અસાધ્ય રોગ ઈત્યાદિ કુરીતિથી તે શરીર ત્યજશે. આ
પ્રાણી અનેક સહસ્ત્ર દુઃખોનો ભોગવનારો સંસારમાં ભ્રમણ કરે છે. મોટા આશ્ચર્યની વાત
છે કે આ અલ્પ આયુષ્યમાં પ્રમાદી થઈ રહ્યો છે. જેમ કોઈ મદોન્મત્ત ક્ષીરસમુદ્રના તટ પર
સૂતેલો તરંગોના સમૂહથી ન ડરે તેમ હું મોહથી ઉત્પન્ન ભવભ્રમણથી ડરતો નથી, નિર્ભય
થઈ રહ્યો છું. હાય હાય! હું હિંસા, આરંભાદિ અનેક પાપોમાં લિપ્ત રાજ્ય કરીને કયા
ઘોર નરકમાં જઈશ? જે નરકમાં બાણ, ખડ્ગ, ચક્રના આકારવાળાં તીક્ષ્ણ પાંદડાંવાળાં
શાલ્મલિ વૃક્ષો છે અથવા અનેક પ્રકારની તિર્યંચ ગતિમાં જઈશ. જુઓ, જિનશાસ્ત્ર સરખા
મહાજ્ઞાનરૂપ શાસ્ત્રને પામીને પણ મારું મન પાપયુક્ત થઈ રહ્યું છે, નિસ્પૃહ થઈને યતિનો
ધર્મ ધારતું નથી, કોણ જાણે મારે કઈ ગતિમાં જવાનું છે? આવું કર્મોનો નાશ કરનાર
ધર્મરૂપ ચિંતન નિરંતર કરતા રાજા ભરત જૈન પુરાણાદિ ગ્રંથોના શ્રવણમાં આસક્ત છે,
સદૈવ સાધુઓની કથામાં અનુરાગી રાતદિવસ ધર્મમાં ઉદ્યમી રહેતા હતા.
વિદેશગમન અને ભરતના રાજ્યનું વર્ણન કરનાર બત્રીસમું પર્વ પૂર્ણ થયું.
સ્વાદિષ્ટ ફળોથી ભરેલા હતા. વનમાં વૃક્ષ સમાન ઘણા મઠ હતા. તેમનાં નિવાસસ્થાન
વિસ્તીર્ણ પાંદડાંથી છાયેલાં અથવા ઘાસનાં ફૂલોથી આચ્છાદિત હતાં. વાવ્યા વિના ઊગે
એવાં ધાન્ય તેમના આંગણામાં