લઈ જતો હોય. વજ્રકર્ણના યોદ્ધા વજ્રકર્ણને આ પ્રમાણે કહેવા લાગ્યા. ત્યારે તેણે કહ્યું કે
હે સુભટો! હુ ચિંતા કરવાથી શો ફાયદો છે? ધર્મના પ્રસાદથી બધે શાંતિ થશે.
દશાંગનગરની સ્ત્રીઓ મહેલમાં બેઠી બેઠી પરસ્પર વાતો કરે છે કે હે સખી! આ સુભટની
અદ્ભુત ચેષ્ટા જુઓ. એકલો આ પુરુષ રાજાને બાંધીને લઈ જાય છે. અહો, ધન્ય છે
આનું રૂપ! ધન્ય છે આની કાંતિ, ધન્ય છે આની શક્તિ, આ કોઈ અતિશયધારક
પુરુષોત્તમ છે. જે સ્ત્રીનો આ જગદીશ્વર પતિ થયો હશે કે થવાનો હશે તે તે સ્ત્રીને ધન્ય
છે. સિંહોદરની પટરાણી બાળકો અને વૃદ્ધો સહિત રોતી રોતી લક્ષ્મણના પગમાં પડી અને
કહેવા લાગી કે હે દેવ! આને છોડી દો, અમને પતિની ભીખ આપો. હવે તમે જે આજ્ઞા
કરશો તે પ્રમાણે કરશે. ત્યારે તેમણે કહ્યું કે આ સામે મોટું વૃક્ષ છે તેની સાથે બાંધીને
આને લટકાવીશ. ત્યારે તેની રાણી હાથ જોડીને ખૂબ વિનંતી કરવા લાગી કે હે પ્રભો!
આપને ગુસ્સો આવ્યો હોય તો અમને મારો, એને છોડી દો, કૃપા કરો, પ્રીતમનું દુઃખ
અમને ન બતાવો. તમારા જેવા પુરુષોત્તમ સ્ત્રી, બાળકો અને વૃદ્ધો પર દયા જ કરે છે.
ત્યારે તેમણે દયા કરીને કહ્યુંઃ તમે ચિંતા ન કરો, આગળ ભગવાનનું ચૈત્યાલય છે, ત્યાં
એને છોડીશ. એમ કહીને પોતે ચૈત્યાલયમાં ગયા, જઈને શ્રી રામને કહ્યું કે હે દેવ! આ
સિંહોદર આવ્યો છે, આપ કહો તેમ કરીએ. ત્યારે સિંહોદર હાથ જોડી, ધ્રૂજતો શ્રી રામના
પગમાં પડયો અને કહેવા લાગ્યો કે હે દેવ! મહાકાંતિના ધારક પરમ તેજસ્વી છો, સુમેરુ
સરખા અચળ પુરૂષોત્તમ છો, હું આપનો આજ્ઞાંકિત છું, આ રાજ્ય તમારું છે, તમે ઇચ્છો
તેને આપો. હું તમારાં ચરણારવિંદની નિરંતર સેવા કરીશ. રાણી નમસ્કાર કરીને પતિની
ભીખ માગવા લાગી, સતી સીતાના પગે ચડી અને કહેવા લાગી કે હે દેવી! હે શોભને!
તમે સ્ત્રીઓમાં શિરોમણિ છો, અમારા ઉપર દયા કરો. પછી શ્રીરામે સિંહોદરને કહ્યું, જાણે
કે મેઘગર્જના થઈ, હે સિંહોદર! વજ્રકર્ણ તને જેમ કહે તેમ કર. આ રીતે તારું જીવન
રહેશે, બીજી રીતે નહિ રહે, આ પ્રમાણે રામે સિંહોદરને આજ્ઞા કરી. તે જ સમયે જે
વજ્રકર્ણના હિતકારી હતા તેમને મોકલીને વજ્રકર્ણને બોલાવ્યો, તે પરિવાર સહિત
ચૈત્યાલયમાં આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી, ભગવાનને નમસ્કાર કરી, ચંદ્રપ્રભ સ્વામીની
અત્યંત ભક્તિથી રોમાંચિત થઈ ગયો. પછી તે વિનયપૂર્વક બન્ને ભાઈઓ પાસે આવી,
તેમની સ્તુતિ કરી, શરીરના આરોગ્યની પૂછપરછ કરી, તેમ જ સીતાની કુશળતા પૂછી.
શ્રીરામે અત્યંત મધુર અવાજે વજ્રકર્ણને કહ્યું કે હે ભવ્ય! તારી કુશળતાથી અમને કુશળ
છે. આ પ્રમાણે વજ્રકર્ણ અને શ્રી રામ વચ્ચે વાત થાય છે ત્યાં જ સુંદર વેષ ધારણ કરીને
વિદ્યુદંગ આવ્યો. તેણે શ્રી રામ-લક્ષ્મણની સ્તુતિ કરી, વજ્રકર્ણની પાસે આવ્યો. આખી
સભામાં વિદ્યુદંગની પ્રશંસા થઈ કે એ વજ્રકર્ણનો પરમ મિત્ર છે. વળી શ્રી રામચંદ્ર
પ્રસન્ન થઇને વજ્રકર્ણને કહેવા લાગ્યા કે તારી શ્રદ્ધા પ્રશંસાયોગ્ય છે. કુબુદ્ધિઓના
ઉત્પાતથી તારી બુદ્ધિ જરા પણ ડગી નથી, જેમ પવનના સમૂહથી સુમેરુની ચૂલિકા ન
ડગી તેમ. મને જોઈને તારું મસ્તક નમ્યું નહિ તે તારી સમ્યક્ત્વની દ્રઢતાને ધન્ય છે. જે
શુદ્ધ તત્ત્વના