તેજથી મને સ્થાનમાંથી દૂર કર્યો છે, ત્યાં હું જઈ શકતો નથી. યક્ષનાં વચન સાંભળીને
યક્ષાધિપતિ પોતાના દેવો સાથે રામ-લક્ષ્મણ જ્યાં બેઠા હતા તે વડના વૃક્ષ પાસે આવ્યો.
તે વૈભવસંયુક્ત, વનક્રીડામાં આસક્ત હતો. તેનું નામ નૂતન હતું. તેણે દૂરથી જ રૂપાળા
બન્ને ભાઈઓને જોઇને અવધિથી જાણી લીધું કે આ બળભદ્ર અને નારાયણ છે. તેમના
પ્રભાવથી તેને અત્યંત વાત્સલ્ય થયું. ક્ષણમાત્રમાં તેણે મનોજ્ઞ નગરીનું નિર્માણ કર્યું. તેઓ
સુખપૂર્વક સૂઈ રહ્યા હતા. સવારે સુંદર ગીતોના શબ્દોથી જાગ્યા. રત્નજડિત શય્યા પર
પોતાને જોયા, અત્યંત મનોહર મહેલ હતો, બધી સામગ્રીથી ભરપૂર હતો, સેવકો તેમનો
ખૂબ આદર કરતા. નગર કોટ-દરવાજાથી શોભિત હતું. તે પુરુષોત્તમ મહાનુભાવનું ચિત્ત
આવું નગર તત્કાળ બનેલું જોઈને પણ આશ્ચર્ય ન પામ્યું. અપૂર્વ વસ્તુ જોઈને આશ્ચર્ય
પામવું એ ક્ષુદ્ર પુરુષની ચેષ્ટા છે. બધી સામગ્રીથી ભરપૂર તે નગરમાં તે સુંદર ચેષ્ટાના
ધારક રહેવા લાગ્યા, જાણે કે એ દેવ જ હોયને. યક્ષાધિપતિએ રામને માટે નગરી રચી
તેથી તે પૃથ્વી પર રામપુરી કહેવાઈ. તે નગરીમાં સુભટ, મંત્રી, દ્વારપાળ, નગરના માણસો
અયોધ્યા સમાન હતા. રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે, હે પ્રભો! એ તે દેવકૃત
નગરમાં રહ્યા અને બ્રાહ્મણની શી સ્થિતિ થઈ તે કહો. ત્યારે ગણધરે કહ્યું કે બ્રાહ્મણ
બીજે દિવસે દાતરડું હાથમાં લઈને વનમાં ગયો, લાકડાં શોધતાં તેની આંખો ઊંચી થઈ.
તેણે નિકટમાં સુંદર નગર જોયું અને તે આશ્ચર્ય પામ્યો. તેણે જાતજાતની રંગીન
ધજાઓથી શોભિત શરદના મેઘ સમાન સુંદર મહેલ જોયા. વળી, કૈલાસનું બાળક હોય
એવો અતિઉજ્જવળ એક રાજમહેલ જોયો. આ જોઈને તે મનમાં વિચારવા લાગ્યો કે
પશુઓથી ભરેલી આ અટવીમાં હું લાકડાં લેવા નિરંતર આવું છું. તેમાં આ રત્નાચળ
સમાન સુંદર મહેલોથી સંયુક્ત આ નગરી ક્યાંથી બની ગઈ? અહીં સરોવર જળથી
ભરેલાં અને કમળોથી શોભી રહ્યાં છે એ મેં કદી જોયાં નહોતાં. મનોહર ઉદ્યાન છે જેમાં
ચતુર જન ક્રીડા કરે છે, ધ્વજાસંયુક્ત દેવાલયો
નીકળી છે. કોઈ મહાભાગ્યના નિમિત્તે આ એક સ્વપ્ન લાગે છે, એક દેવમાયા છે, એક
ગંધર્વોનું નગર છે અને હું પિત્તથી વ્યાકુળ થયો છું. આની પાસે મારા મૃત્યુનાં ચિહ્ન
લાગે છે કે શું? આમ વિચારીને તે વિષાદ પામ્યો. ત્યાં તેણે જાતજાતનાં આભૂષણ
પહેરેલી એક સ્ત્રીને જોઈ. તેની પાસે જઈને તેણે પૂછયુંઃ હે ભદ્રે! આ કોની નગરી છે?
તેણીએ કહ્યું કે આ રામની નગરી છે, શું તમે સાંભળ્યું નથી? જ્યાં રાજા રામ છે, તેમના
ભાઈ લક્ષ્મણ છે અને સીતા તેમની પત્ની છે. નગરની વચ્ચે આ મોટો મહેલ છે, શરદના
મેઘ સમાન ઉજ્જવળ, તેમાં તે પુરુષોત્તમ બિરાજે છે. લોકોમાં તેમનું દર્શન દુર્લભ છે.
તેમણે બધા ગરીબોને મનવાંછિત ધન આપીને રાજા સમાન બનાવી દીધા છે. ત્યારે
બ્રાહ્મણે કહ્યું કે હે સુંદરી! હું કયા ઉપાયથી તેમના દર્શન કરી શકું તે કહે. આમ કહી
લાકડાનો ભારો નીચે ફેંકી, હાથ જોડીને તેના પગમાં પડયો. ત્યારે તે સુમાયા નામની
યક્ષિણીએ કૃપા કરીને