પડે છે, સરોવરો સુકાઈ ગયાં છે, ગીધ, ઘૂવડ જેવા પક્ષીઓ ફરે છે, તે વનમાં બે ચારણ
મુનિ આઠ દિવસનો કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા હતા. ત્યાંથી ચાર કોસ ત્રણ કન્યાઓ,
જેમના નેત્ર મનોજ્ઞ છે, જેમણે સફેદ વસ્ત્રો પહેર્યાં છે, વિધિપૂર્વક તપથી જેમનું ચિત્ત
નિર્મળ છે એવી એ ત્રણ લોકનું આભૂષણ જ છે.
વદન, શાંતચિત્ત, નિષ્પાપ, અવાંછક, જેમની દ્રષ્ટિ નાકની અણી પર છે, બન્ને હાથ નીચે
લંબાવ્યા છે, કાયોત્સર્ગ ધારણ કર્યો છે, જેમને જીવન મરણ તુલ્ય છે, શત્રુ મિત્ર સમાન,
કાંચન પાષાણ સમાન છે એવા બન્ને મુનિઓને બળતા જોઈને હનુમાન કંપી ઊઠયા,
વાત્સલ્યગુણથી મંડિત ભાવભક્તિ સંયુક્ત વૈયાવ્રત કરવાને તૈયાર થયા. સમુદ્રનું જળ
લઈને મૂશળધાર વરસાદ વરસાવ્યો. તેથી ક્ષણમાત્રમાં પૃથ્વી જળમય થઈ ગઈ. હનુમાને
જેમ મુનિ ક્ષમાભાવરૂપ જળથી ક્રોધાગ્નિ બુઝાવે તેમ તે જળથી દાવાગ્નિ બુઝાવી દીધો.
પછી મુનિનો ઉપસર્ગ દૂર કરી તેમની પૂજા કરવા લાગ્યા. પેલી ત્રણ કન્યાઓ વિદ્યા
સાધતી હતી તે દાવાનળના દાહથી વ્યાકુળતાને કારણે અસ્વસ્થ હતી. હનુમાને મેઘ વડે
વનનો ઉપદ્રવ મટાડયો તેથી તેમને વિદ્યા સિદ્ધ થઈ. તે સુમેરુની ત્રણ પ્રદક્ષિણા કરી
મુનિઓની નિકટ આવી નમસ્કાર કરવા લાગી અને હનુમાનની સ્તુતિ કરી, અહો તાત!
ધન્ય તમારી જિનેશ્વર પ્રત્યે ભક્તિ તમે કઈ તરફ જતા હતા કે સાધુઓની રક્ષા કરી?
અમારા કારણે વનમાં ઉપદ્રવ થયો હતો તો પણ ધ્યાનારૂઢ મુનિઓ ધ્યાનમાંથી ડગ્યા નહિ.
ત્યારે હનુમાને પૂછયું કે તમે કોણ છો. અને નિર્જન સ્થાનમાં શા માટે રહો છો? તેમાંથી
સૌથી મોટી બહેન બોલી, આ દધિમુખ નામના નગરના રાજા ગંધર્વની અમે ત્રણે પુત્રીઓ
છીએ. મોટી ચંદ્રરેખા, બીજી વિદ્યુતપ્રભા, ત્રીજી તરંગમાળા; અમે બધાં કુળને વલ્લભ
છીએ એટલે વિજ્યાર્ધના જેટલા વિદ્યાધરો છે તે બધા અમારી સાથે પરણવા અમારા
પિતાને યાચના કરતા અને એક અંગારક નામનો દુષ્ટ, અતિઅભિલાષી, નિરંતર કામના
દાહથી આતાપરૂપ વિદ્યાધર આવ્યો. એક દિવસ અમારા પિતાએ અષ્ટાંગ નિમિત્તવેત્તા
મુનિને પૂછયું કે હે ભગવાન! મારી પુત્રીઓનો વર કોણ થશે? ત્યારે મુનિએ કહ્યું કે જે
રણસંગ્રામમાં સાહસગતિને મારશે તે તારી પુત્રીઓનો વર થશે. તેથી મુનિના અમોઘવચન
સાંભળીને અમારા પિતાજીએ વિચાર્યું કે વિજ્યાર્ધની ઉત્તર શ્રેણીમાં જે સાહસગતિ છે તેને
કોણ મારી શકે, જે તેને મારે તે મનુષ્ય આ લોકમાં ઇન્દ્ર સમાન છે. વળી મુનિનાં વચન
અન્યથા હોય નહિ તેથી અમારા માતાપિતા અને આખું કુટુંબ મુનિનાં વચન ઉપર દ્રઢ
હતું. અંગારક નિરંતર અમારા પિતા પાસે યાચના કરતો અને પિતા અમને આપતા નહિ
તેથી તે ચિંતાથી અને દુઃખથી વેરી બન્યો. અમને એવી ઇચ્છા થઈ કે દિવસ ક્યારે આવે
કે અમે સાહસગતિના મારનારને જોઈએ. તેથી