ઉત્સાહ થયો. તે જ સમયે ભામંડળ પણ આવ્યો. ભામંડળને અનેક વિદ્યા સિદ્ધ થઈ છે, તે
આખા વિજ્યાર્ધનો અધિપતિ છે. જ્યારે ભામંડળ આવ્યો ત્યારે રામ-લક્ષ્મણ વગેરે બધા
હર્ષ પામ્યા, ભામંડળનું અત્યંત સન્માન કર્યું. બધા આઠ દિવસ હંસદ્વીપમાં રહ્યા. પછી
લંકા તરફ ચાલ્યા. નાના પ્રકારના અનેક રથ, પવનથી પણ અધિક ગતિવાળા અશ્વો,
મેઘમાળા જેવા હાથીઓ અને અનેક સુભટો સહિત શ્રી રામે લંકા તરફ પ્રયાણ કર્યું. બધા
વિદ્યાધરો આકાશને ઢાંકી દેતા રામની સાથે ચાલ્યા. સૌથી આગળ વાનરવંશી રહ્યા. જ્યાં
રણક્ષેત્ર સ્થાપ્યું હતું ત્યાં ગયા સંગ્રામની ભૂમિ વીસ યોજના પહોળી છે અને લંબાઈનો
વિસ્તાર વિશેષ છે. તે યુદ્ધભૂમિ જાણે કે મૃત્યુભૂમિ જ છે. આ સેનાના હાથીઓએ ગર્જના
કરી અને અશ્વોએ હણહણાટ કર્યો. વિદ્યાધરોના વાહન સિંહ છે તેમની ગર્જના થઈ અને
વાજિંત્રો વાગ્યા. તે સાંભળીને રાવણ અતિ હર્ષ પામ્યો. મનમાં વિચાર્યું કે ઘણા દિવસો
પછી મને રણનો ઉત્સાહ જાગ્યો છે. તેણે બધા સામંતોને આજ્ઞા આપી કે યુદ્ધ માટે તૈયાર
થાવ. બધા સામંતો આજ્ઞાને માથે ચડાવી આનંદથી યુદ્ધ માટે તૈયાર થયા. રાવણનેયુદ્ધનો
હર્ષ છે, જેણે પોતાના સામંતોને કદી અપ્રસન્ન કર્યા નથી, સદા રાજી જ રાખ્યા છે તેથી
હવે યુદ્ધના સમયે બધા એકચિત્ત થયા. ભાસ્કર, પયોદપુર, કાંચનપુર, વ્યોમપુર,
વલ્લભપુર, ગંધર્વગીતપુર, શિવમંદિર, કંપનપુર, સૂર્યોદયપુર, અમૃતપુર, શોભાસિંહપુર,
નૃત્યગીતપુર, લક્ષ્મીગીતપુર, કિન્નરપુર, બહુનાદપુર, મહાશૈલપુર, ચક્રપુર, સ્વર્ણપુર,
સીમંતપુર, મલયાનંદપુર, શ્રીગૃહપુર, શ્રીમનોહરપુર, રિપુંજયપુર, શશિસ્થાનપુર,
માર્તંડપ્રભપુર, વિશાલપુર, જ્યોતિદંડપુર, પરષ્યોધપુર, અશ્વપુર, રત્નપુર ઈત્યાદિ અનેક
નગરોના સ્વામી મોટા મોટા વિદ્યાધર મંત્રીઓ સહિત અત્યંત પ્રેમથી રાવણ પાસે આવ્યા.
અને રાવણે તે રાજાઓનું જેમ ઇન્દ્ર દેવોનું સન્માન કરે તેમ સન્માન કર્યું. શસ્ત્ર, વાહન,
બખ્તર આદિ યુદ્ધની સામગ્રી બધા રાજાઓને આપવા લાગ્યા. રાવણને ચાર હજાર
અક્ષૌહિણી અને રામને બે હજાર અક્ષૌહિણી સેના થઈ. તે કેવી રીતે? એક હજાર
આક્ષોહિણી દળ તો ભામંડળનું અને એક હજાર સુગ્રીવાદિનું. આ પ્રમાણે સુગ્રીવ અને
ભામંડળ આ બન્ને મુખ્ય પોતાના મંત્રીઓ સહિત આવ્યા. તેમની સાથે મંત્રણા કરીને
રામ-લક્ષ્મણ યુદ્ધ માટે તૈયાર થયા. અનેક વંશમાં ઉત્પન્ન થયેલા, અનેક આચરણ
કરનારા, જુદી જુદી જાતિઓવાળા, જાતજાતની ગુણક્રિયાઓમાં પ્રસિદ્ધ, જુદી જુદી ભાષા
બોલનારા વિદ્યાધરો શ્રી રામ અને રાવણ પાસે ભેગા થયા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને
કહે છે, હે રાજન પુણ્યના પ્રભાવથી મોટા પુરુષના વેરી પણ આપણા થાય છે અને
પુણ્યહીનોના ચિરકાળના સેવકો અને અતિવિશ્વાસ પાત્રો પણ વિનાશકાળે શત્રુરૂપ થઈને
પરિણમે છે. આ અસારસંસારમાં જીવોની વિચિત્ર ગતિ જાણીને એમ વિચારવું જોઈએ કે
મારા ભાઈ સદા સુખદાયક નથી તથા મિત્ર-બાંધવ સર્વ સુખદાયક નથી, કોઈ વાર મિત્ર
શત્રુ થઈ જાય છે અને કોઈ વાર શત્રુ મિત્ર થઈ જાય છેઃ એવા વિવેકરૂપ સૂર્યના ઉદયથી
હદયમાં પ્રકાશ કરીને