જાણે કે તારાસંયુક્ત આકાશ જ ન હોય!
તેમને જોઈને સિંહાસન ઉપરથી ઊભા થયા. રાણી પાસે આવીને બેઠી અને હાથ જોડીને
તેમને સ્વપ્નના સમાચાર કહ્યા. ત્યારે રાજાએ કહ્યું - હે કલ્યાણરૂપણી! તારી કૂખે
ત્રણલોકના નાથ શ્રી આદીશ્વર સ્વામી જનમશે. આ શબ્દ સાંભળીને તે કમળનયની,
ચન્દ્રવદની પરમ હર્ષ પામી. ત્યારપછી ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પંદર મહિના સુધી રત્નોની
વર્ષા કરી. જેના ગર્ભમાં આવ્યા પહેલાં જ છ મહિનાથી રત્નોની વર્ષા થઈ તેથી ઇન્દ્રાદિ
દેવોએ તેમને હિરણ્યગર્ભ એવું નામ આપીને સ્તુતિ કરી. આ ત્રણજ્ઞાન સંયુક્ત ભગવાન
માતાના ગર્ભમાં આવીને વિરાજ્યા તો પણ માતાને કોઈ પ્રકારની પીડા ન થઈ.
પ્રાણીઓ અત્યંત હર્ષ પામ્યા. ઇન્દ્રનું આસન કમ્પ્યું અને ભવનવાસી દેવોને ત્યાં વગાડયા
વિના જ શંખ વાગ્યા. વ્યંતરોના આવાસમાં સ્વયમેવ નગારા વાગ્યા, જ્યોતિષી દેવોના
સ્થાનમાં અકસ્માત્ સિંહનાદ થયા. કલ્પવાસી દેવોના સ્થાનમાં વગાડયા વિના ઘંટ વાગ્યા.
આ પ્રમાણે શુભ ચિહનોથી તીર્થંકરદેવનો જન્મ થયાનું જાણીને ઇન્દ્રાદિ દેવો નાભિરાજાને
ઘેર આવ્યા. કેવા છે ઇન્દ્ર? ઐરાવત હાથી ઉપર બેઠા છે, વિવિધ પ્રકારના આભૂષણો
પહેર્યા છે, અનેક પ્રકારના દેવ નૃત્ય કરવા લાગ્યા. દેવોના શબ્દોથી દશે દિશાઓ ગુંજી
ઊઠી. પછી અયોધ્યાપુરીની ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ રાજાના આંગણામાં આવ્યા. કેવી
છે અયોધ્યા? ધનપતિએ રચેલી છે, પર્વત સમાન ઊંચી કોટથી મંડિત છે, તેની આસપાસ
ઊંડી ખાઈ છે અને ત્યાં જાતજાતના રત્નોના ઉદ્યોતથી ઘરો જ્યોતિરૂપ થઈ રહ્યા છે. પછી
ઇન્દ્રાણીને ભગવાનને લાવવા માટે માતા પાસે મોકલવામાં આવી. ઇન્દ્રાણીએ જઈને
નમસ્કાર કરીને માયામયી બાળક માતાની પાસે મૂકી ભગવાને લાવી ઇન્દ્રના હાથમાં
સોંપ્યા. કેવા છે ભગવાન? ત્રણ લોકને જીતનારું જેમનું રૂપ છે તેથી ઇન્દ્ર હજાર નેત્ર
કરીને ભગવાનનું રૂપ જોવા છતાં તૃપ્ત ન થયા. પછી સૌધર્મ ઇન્દ્ર ભગવાનને ગોદમાં
લઈને હાથી ઉપર બેઠા, ઈશાન ઇન્દ્રે તેમના ઉપર છત્ર ધર્યું અને સનત્કુમાર, માહેન્દ્ર
ચામર ઢોળવા લાગ્યા. બીજા બધા ઇન્દ્રો અને દેવો જયજયકાર કરવા લાગ્યા. પછી સુમેરૂ
પર્વતના શિખર ઉપર પાંડુક શિલા ઉપર સિંહાસન પર બિરાજમાન કર્યા વાજિંત્રોના નાદ
થવા લાગ્યા. જાણે કે સમુદ્ર ગર્જતો હોય તેવું દ્રશ્ય હતું. યક્ષ, કિન્નર, ગાંધર્વ, નારદ
પોતાની સ્ત્રીઓ સહિત ગીત ગાવા લાગ્યા. કેવું છે તે ગાન? મન અને કાનને હરનાર
છે. ત્યાં વીણા વગેરે અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં. અપ્સરા હાવભાવથી નૃત્ય કરવા
લાગી. ઇન્દ્ર જન્માભિષેક