Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 29 of 660
PDF/HTML Page 50 of 681

 

background image
પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૯
હે ભગવાન! આપને અમારા વારંવાર નમસ્કાર હો. આપ મોહરૂપ પર્વતને ભેદવા માટે
વજ્રરૂપ જ છો અને દુઃખરૂપ અગ્નિને બુઝાવવા માટે જળરૂપ છો. હે નિર્મળસ્વરૂપ આપ
કર્મરૂપ રજરહિત કેવળ આકાશરૂપ જ છો, માટે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ.
આ પ્રમાણે ઇન્દ્રાદિક દેવ ભગવાનની સ્તુતિ કરી, વારંવાર નમસ્કાર કરી, ઐરાવત હાથી
ઉપર બેસાડી ભગવાનને અયોધ્યા લાવ્યા. ઇન્દ્રે ભગવાનને માતાની ગોદમાં પધરાવી,
પરમ આનંદિત થઈને તાંડવનૃત્ય કર્યું. આ પ્રમાણે જન્મોત્સવ ઊજવીને દેવો પોતપોતાના
સ્થાનમાં ગયા. માતાપિતા ભગવાનને જોઈને ખૂબ હર્ષ પામ્યાં. કેવા છે શ્રી ભગવાન?
અદ્ભુત આભૂષણોથી વિભૂષિત છે, પરમ સુગંધનો લેપ શરીર ઉપર થયેલ છે, તેમનું
ચારિત્ર સુન્દર છે. તેમના શરીરની કાંતિથી દશે દિશા પ્રકાશિત થઈ રહી છે, મહાકોમળ
શરીર છે. માતા ભગવાનને જોઈને અત્યંત હર્ષ પામી, અને અકથ્ય સુખસાગરમાં ડૂબી
ગઈ. ઊગતા સૂર્યથી પૂર્વ દિશા શોભે તેમ તે માતા ભગવાનને ગોદમાં લઈને શોભતી
હતી. ત્રિલોકનાથને જોઈને નાભિરાજા પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. પુત્રનાં ગાત્રોનો
સ્પર્શ કરીને નેત્ર હર્ષિત થયા, મન આનંદ પામ્યું. સમસ્ત જગતમાં મુખ્ય એવા
જિનરાજનું ઋષભ નામ પાડીને માતાપિતા સેવા કરવા લાગ્યાં. હાથના અંગૂઠામાં ઇન્દ્રે
અમૃતરસ મૂક્યો હતો, તેનું પાન કરીને ભગવાનના શરીરની વૃદ્ધિ થતી ગઈ વળી,
પ્રભુની ઉંમર જેવડા દેવકુમારો ઇન્દ્રે મોકલ્યા હતા. તેમની સાથે નિષ્પાપ ક્રીડા કરતા હતા.
તે ક્રીડા માતાપિતાને અત્યંત સુખ આપતી હતી.
ભગવાનના આસન, શયન, સવારી, વસ્ત્ર, આભૂષણ, અશન, પાન, સુગંધાદિ
વિલેપન, ગીત, વાજિંત્ર, નૃત્ય આદિની બધી સામગ્રી દેવો દ્વારા લાવવામાં આવતી હતી.
તેમનામાં થોડા જ સમયમાં અનેક ગુણોની વૃદ્ધિ થતી ગઈ. તેમનું રૂપ અત્યંત સુન્દર,
અવર્ણનીય, આંખ અને મનને ઠારનારું, છાતી મેરુની ભીંત સમાન મહાઉન્નત અને દ્રઢ
હતી. દિગ્ગજોના થાંભલા સમાન બાહુ હતા, જાણે કે જગતનાં કાર્ય પૂરાં કરવાને કલ્પવૃક્ષ
જ હતા. બન્ને જાંધ ત્રણલોકરૂપ ઘરને ટેકારૂપ સ્તંભરૂપ હતી. તેમનું મુખ પોતાની કાંતિથી
ચન્દ્રમાને જીતતું હતું અને દીપ્તિથી સૂર્યને જીતતું હતું, તેમના બન્ને હાથ કોમળથીય
અતિકોમળ અને લાલ હથેળિયોવાળા, તેમના કેશ સઘન દીર્ધ, વક્ર, પાતળા, ચીકણા અને
શ્યામ હતા જાણે કે સુમેરુના શિખર ઉપર નીલાચલ વિરાજતો હોય. રૂપ તો મહાઅદ્ભૂત,
અનુપમ, સર્વલોકોના નેત્રને પ્રિય, જેના ઉપર અનેક કામદેવ વારી જઈએ એવું, સર્વ
ઉપમાને ઉલંધી જાય, સર્વનાં મન-નેત્રને હરે એવું હતું. આ પ્રમાણે ભગવાન કુમાર
અવસ્થામાં પણ જગતને સુખ આપતા હતા. તે વખતે કલ્પવૃક્ષ સર્વથા નષ્ટ થયાં અને
વાવ્યા વિના પોતાની મેળે ધાન્ય ઊગવા લાગ્યું. લોકો અત્યંત ભોળા અને ષટ્કર્મોથી
અજાણ હતા. તેમણે પ્રથમ ઈક્ષુરસનો આહાર કર્યો. તે આહાર કાંતિ તેમજ વીર્યાદિક
આપવાને સમર્થ હતો. કેટલાક વખત પછી લોકોની ભૂખ વધવા લાગી. જ્યારે શેરડીના
રસથી તૃપ્તિ ન થઈ ત્યારે સર્વે લોકો નાભિરાજાની પાસે આવ્યા અને નમસ્કાર કરીને
વિનંતી કરવા