Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 32 of 660
PDF/HTML Page 53 of 681

 

background image
૩૨ ત્રીજું પર્વ પદ્મપુરાણ
ગરમીથી પીડિત બની આ કાર્ય કરીએ છીએ. વળી, કેટલાક આપસમાં કહેવા લાગ્યા કે
ચાલો ઘરે જઈને સ્ત્રીપુત્રાદિને જોઇએ. ત્યારે તેમનામાંથી કેટલાકે કહ્યું કે જો આપણે
ઘરમાં જઇશું તો ભરત આપણને ઘરમાંથી હાંકી કાઢશે અને તીવ્ર દંડ દેશે, માટે ઘેર ન
જવું, પણ વનમાં જ રહેવું. આ બધામાં સૌથી અભિમાની ભરતનો પુત્ર, ભગવાનનો
પૌત્ર મારિચ ભગવાં વસ્ત્રો પહેરીને પરિવ્રાજિક (સંન્યાસી) નો માર્ગ પ્રગટ કરવા લાગ્યો.
પછી કચ્છ મહાકચ્છના પુત્ર નમિ વિનમિ આવીને ભગવાનનાં ચરણોમાં પડયા
અને કહેવા લાગ્યા કે હે પ્રભુ! તમે સૌને રાજ્ય આપ્યું, તો અમને પણ આપો. આ
પ્રમાણે યાચના કરવા લાગ્યા ત્યારે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. ધરણેન્દ્રે આવીને
તેમને વિજ્યાર્દ્ધનું રાજ્ય આપ્યું, તે વિજ્યાર્દ્ધ પર્વત ભોગભૂમિ સમાન છે, પૃથ્વીના તળથી
તે પચ્ચીસ યોજન ઊંચો છે, સવા છ યોજનનું મૂળ છે, ભૂમિ ઉપર પચાસ યોજન પહોળો
છે. જમીનથી દસ યોજન ઊંચે જઈએ ત્યાં દસ દસ યોજનની બે શ્રેણી છે. એક દક્ષિણ
શ્રેણી અને એક ઉત્તર શ્રેણી. આ બન્ને શ્રેણીઓમાં વિદ્યાધરો વસે છે. દક્ષિણ શ્રેણીની
નગરી પચાસ અને ઉત્તર શ્રેણીની સાઠ છે. એક એક નગરને કરોડ કરોડ ગ્રામ
વીંટળાયેલાં છે. દસ યોજનથી એ બીજા દસયોજન જઈએ તો ત્યાં ગંધર્વ, કિન્નરાદિ
દેવોના નિવાસ છે અને પાંચ યોજન ઉપર જઈએ ત્યાં નવશિખર છે. તેમાં પ્રથમ સિદ્ધકૂટ
પર ચારણમુનિ આવીને ધ્યાન ધરે છે. વિદ્યાધરોની દક્ષિણ શ્રેણીની જે પચાસ નગરી છે
તેમાં રથનૂપુર મુખ્ય છે અને ઉત્તર શ્રેણીની જે સાઠ નગરી છે તેમાં અલકાવતી નગરી
મુખ્ય છે આ વિદ્યાધરોનો લોક સ્વર્ગલોક સમાન છે, ત્યાં સદાય ઉત્સાહ પ્રવર્તે છે. નગરને
વિશાળ દરવાજા અને દ્વાર છે, સુવર્ણના કોટ, ઊંડી ખાઈ અને વન-ઉપવન વાવ, કૂવા,
સરોવરાદિથી શોભાયમાન છે. ત્યાં સર્વ ઋતુનાં ધાન્ય અને સર્વ ઋતુનાં ફળ-ફૂલ સદા
મળે છે, સર્વ પ્રકારની ઔષધિઓ મળે છે. સરોવરો કમળોથી ભરેલાં છે. તેમાં હંસ ક્રીડા
કરે છે. ત્યાં દહીં, ઘી, જળનાં ઝરણાં વહે છે. વાવનાં પગથિયાં મણિસુવર્ણનાં છે, કમળોની
સુવાસથી શોભે છે. ત્યાં કામધેનું સમાન ગાય છે, પર્વત સમાન અનાજના ઢગલા છે,
માર્ગ ધૂળ-કંટકાદિ રહિત છે, વિશાળ વૃક્ષોની છાયા છે અને મનોહર જળનાં સ્થાન છે.
ચોમાસામાં મનવાંછિત મેઘવર્ષા થાય છે, મેઘોની આનંદદાયક ગર્જના સંભળાય છે,
શીતકાળમાં શીતની અધિક બાધા નથી, ગ્રીષ્મઋતુમાં વિશેષ ગરમી લાગતી નથી. ત્યાં છ
ઋતુના વિલાસ છે, સ્ત્રીઓ સર્વ આભૂષણોથી મંડિત કોમળ અંગવાળી છે, સર્વકળામાં
નિપુણ ષટ્કુમારિકા સમાન પ્રભાવવાળી છે. કેવી છે તે વિદ્યાધરી? કેટલીક તો કમળના
ગર્ભ સમાન પ્રભા ધારણ કરે છે, કેટલીક શ્યામસુન્દર નીલકમળની પ્રભા ધારણ કરે છે,
કેટલીક સુવર્ણપુષ્પ સમાન રંગ ધારણ કરે છે, કેટલીક વિદ્યુત સમાન જ્યોતિ ધારણ કરે
છે, આ વિદ્યાધરીઓ મહાસુગંધી શરીરવાળી છે, જાણે કે નંદનવનના પવનથી જ બનાવી
હોય! તે સુંદર ફૂલોનાં ઘરેણાં પહેરે છે, જાણે કે વસંતની પુત્રી જ છે! અને ચન્દ્રમા
સમાન તેની કાંતિ છે, જાણે કે પોતાના પ્રકાશરૂપ સરોવરમાં