વિધિપૂર્વક સીતા સહિત જિનેન્દ્રની પૂજા કરી. અતિસુંદર રામ અને વનલક્ષ્મી સમાન
સીતાથી મંડિત જાણે મૂર્તિમાન વસંત જ હોય એવા શોભતા હતા. અમૃતનો આહાર,
સુગંધનું વિલેપન, મનોહર સેજ, મનોહર આસન, સુગંધી માળાદિથી સ્પર્શ, રસ, ગંધ, રૂપ
અને શબ્દ પાંચેય ઇન્દ્રિયોના વિષયો રામને પ્રાપ્ત થયા. જિનમંદિરમાં ભલી વિધિથી
નૃત્યપૂજા કરી. પૂજા પ્રભાવનામાં રામને અતિ અનુરાગ થયો હતો. સૂર્યથી પણ અધિક
તેજના ધારક રામ દેવાંગના સમાન સુંદર પત્ની સાથે કેટલાક દિવસ સુખથી વનમાં રહ્યાં.
અને ગર્ભના પ્રાદુર્ભાવનું વર્ણન કરનાર પંચાણુંમું પર્વ પૂર્ણ થયું.
દ્વારપાલિકા અંદર રાજમહેલમાં જઈને રામને કહેવા લાગી કે હે પ્રભો! પ્રજાજનો આપના
દર્શનાર્થે આવ્યા છે. તે વખતે સીતાની જમણી આંખ ફરકી. સીતા વિચારવા લાગી કે આ
આંખ મને શું કહે છે! કોઈક દુઃખનું આગમન બતાવે છે. આગળ અશુભના ઉદયથી
સમુદ્રની મધ્યમાં દુઃખ પામી હતી તો પણ દુષ્ટ કર્મને હજી સંતોષ થયો નથી, શું બીજાં
પણ દુઃખ દેવા ચાહે છે? આ જીવે રાગદ્વેષ કરીને જે કર્મ ઉપાર્જ્યાં છે તેનું ફળ આ પ્રાણી
અવશ્ય પામે છે, કોઈથી રોકી શકાતાં નથી. ત્યારે સીતા ચિંતાતુર બનીને બીજી
રાણીઓને કહેવા લાગી કે મારી જમણી આંખ ફરકે છે એનું ફળ બતાવો. ત્યારે એક
મહાપ્રવીણ અનુમતિ નામની રાણીએ કહ્યું હે દેવી! આ જીવે જે શુભ અથવા અશુભ કર્મ
ઉપાર્જ્યાં છે તે આ જીવને ભલું-બૂરું ફળ આપે છે, કર્મને જ કાળ કહો કે વિધિ કહો કે
ઈશ્વર પણ કહો. સર્વ સંસારી જીવ કર્મને આધીન છે, સિદ્ધ પરમેષ્ઠી કર્મથી રહિત છે.
પછી ગુણદોષની જ્ઞાતા રાણી ગુણમાળા સીતાને રુદન કરતી જોઈ ધૈર્ય આપી કહેવા
લાગી. હે દેવી! તમે પતિની બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છો, તમને કોઈ જાતનું દુઃખ નથી.
બીજી રાણીઓ કહેવા લાગી કે બહુ વિચાર કરવાથી શો ફાયદો? શાંતિકર્મ કરો, જિનેન્દ્રનો
અભિષેક અને પૂજા કરાવો અને કિમિચ્છક દાન આપો. જેની જે ઈચ્છા હોય તે લઈ
જાય. દાનપૂજાથી અશુભનું નિવારણ થાય છે, તેથી શુભ કાર્ય કરી અશુભને નિવારો. આ
પ્રમાણે એમણે કહ્યું. તેથી સીતા રાજી થઈ અને બોલી, સાચી વાત છે. દાન, પૂજા,
અભિષેક અને