(જનોઇ) પહેરાવી, તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. વસ્ત્રાભરણ આપ્યા અને
મનવાંછિત દાન આપ્યું. જેઓ અંકુરાને કચરીને આવ્યા હતા તેમને અવ્રતી જાણીને તેમનો
આદર ન કર્યો. તેમણે વ્રતીઓને બ્રાહ્મણ ઠરાવ્યા. ચક્રવર્તીના માનથી આમાંના કેટલાક
ગર્વ પામ્યા અને કેટલાક લોભની અધિકતાથી ધનવાન લોકોને જોઈને યાચના કરવા લાગ્યા.
પંચમકાળમાં મહામદોન્દનમત્ત થશે અને હિંસામાં ધર્મ માની જીવોને હણશે, મહાકષાયયુક્ત
થઈ સદા પાપ ક્રિયામાં પ્રવર્તશે અને હિંસાના પ્રરૂપક ગ્રંથોને સનાતન માનીને સમસ્ત
પ્રજાને લોભ ઉપજાવશે. મહા આરંભમાં આસક્ત, પરિગ્રહમાં તત્પર, જિનભાષિત માર્ગની
સદા નિંદા કરશે, નિર્ગ્રંથ મુનિને જોઈને ખૂબ ક્રોધ કરશે. આ વચન સાંભળી ભરત
એમના ઉપર કોપાયમાન થયા. ત્યારે તેઓ ભગવાનના શરણે ગયા. ભગવાને ભરતને
કહ્યું - હે ભરત! કળિકાળમાં આમ જ થવાનું છે, તમે કષાય ન કરો. આ પ્રમાણે
વિપ્રોની (બ્રાહ્મણોની) પ્રવૃત્તિ થઈ અને જેઓ ભગવાનની સાથે વૈરાગ્ય માટે નીકળ્યા
હતા તે ચારિત્રભ્રષ્ટ થયા. તેમનામાંથી કચ્છાદિક કેટલાક તો સવળા થઈ ગયા, પણ
મારીચાદિ સુલટા ન થયા. તેમના શિષ્ય-પ્રતિશિષ્યાદિક સાંખ્ય યોગમાં પ્રવર્ત્યા, તેમણે
કૌપીન (લંગોટી) ધારણ કરી, વલ્કલાદિ પહેર્યાં. આ વિપ્રોની અને પરિવ્રાજક એટલે દંડી
સન્યાસીઓની પ્રવૃત્તિ બતાવી.
એમાંથી સૂર્યવંશ પ્રવર્ત્યો છે. ૨ સોમ (ચંદ્ર) વંશ. તે ચન્દ્રમાના કિરણ સમાન નિર્મળ છે.
૩ વિદ્યાધરોનો વંશ-અત્યંત નિર્મળ છે. ૪. હરિવંશ-જગતપ્રસિદ્ધ છે. હવે એનો ભિન્ન
ભિન્ન વિસ્તાર કહે છે.
સૂર્યવશં પ્રવર્ત્યો છે. અર્ક