દુર્બળ અને ફિક્કા થઈ ગયા હતા. પુંડરિકપુરમાં સીતા ગર્ભના ભારથી કાંઈક ફિક્કી અને
દૂબળી થઈ હતી. જાણે કે સમસ્ત પ્રજા સીતાના પવિત્ર ઉજ્જવળ ગુણોનું વર્ણન કરે છે, તે
ગુણોની ઉજ્જવળતાથી શ્વેત થઈ ગઈ છે. સીતાના સ્તનની ડીંટડી શ્યામ થઈ છે, જાણે કે
માતાના સ્તન પુત્રને પીવા માટે દૂધના ઘટ છે તેની આ મુદ્રા છે. દ્રષ્ટિ ક્ષીરસાગર સમાન
ઉજ્જવળ અત્યંત મધુર બની છે અને સર્વ મંગળોનો આધાર જેમનું શરીર સર્વમંગળનું
સ્થાન જે નિર્મળ રત્નમય આંગણું છે તેમાં તે મંદ મંદ ચાલે છે ત્યારે ચરણોનાં પ્રતિબિંબ
એવાં લાગે છે, જાણે કે ધરતી કમળોથી સીતાની સેવા જ કરે છે. રાત્રે ચંદ્ર એના મહેલ
ઉપર પ્રકાશ પાથરે છે તે સફેદ છત્ર જ હોય એવું લાગે છે. તે મહેલમાં સુંદર શય્યા પર
સૂતી સૂતી એવું સ્વપ્ન જુએ છે કે ગજેન્દ્ર કમળોના પુટમાં જળ ભરીને અભિષેક કરાવે છે
અને વારંવાર સખીઓના મુખેથી જયજયકારના શબ્દ સાંભળીને જાગ્રત થાય છે,
પરિવારના સર્વજનો આજ્ઞારૂપ પ્રવર્તે છે, ક્રીડામાં પણ એ આજ્ઞાભંગ સહી શકતી નથી,
બધા આજ્ઞાંકિત થઈને શીઘ્ર આજ્ઞાનું પાલન કરે છે તો પણ બધા ઉપર રોફ કરે છે, કારણ
કે તેના ગર્ભમાં તેજસ્વી પુત્ર રહેલા છે. મણિના દર્પણ પાસે છે તો પણ ખડ્ગમાં પોતાનું
મુખ જુએ છે અને વીણા, બંસરી, મૃદંગાદિ અને વાજિંત્રોના નાદ થાય છે તે રુચતા નથી
અને ધનુષ્ય ચડાવવાનો ટંકારવ રુચે છે. સિંહોનાં પાંજરાં જોઈને જેનાં નેત્ર પ્રસન્ન થાય છે
અને જેમનું મસ્તક જિનેન્દ્ર સિવાય બીજાને નમતું નથી.
પુત્રયુગલને જન્મ આપ્યો. પુત્રોના જન્મથી પુંડરિકપુરની
શંખધ્વનિ થયો. રાજા વજ્રજંઘે મોટો ઉત્સવ કર્યો, યાચકોને ખૂબ સંપદા આપી. એકનું
નામ અનંગલવણ અને બીજાનું નામ મદનાંકુશ સાર્થક નામ પાડયાં. પછી એ બાળક
વધવા લાગ્યાં. માતાના હૃદયને અતિઆનંદ આપનાર ધીરવીરતાના અંકુર ઉપજ્યા.
એમની રક્ષા નિમિત્તે એમના મસ્તક પર સરસવના દાણા નાખવામાં આવ્યા, તે જાણે
પ્રતાપરૂપ અગ્નિના કણ હોય એવા શોભતા હતા. જેમનું શરીર તપાવેલા સૂર્ય સમાન
અતિ દેદીપ્યમાન શોભતું હતું. તેમના નખ દર્પણ સમાન ભાસતા હતા. પ્રથમ
બાલ્યાવસ્થામાં અવ્યક્ત શબ્દ બોલ્યા તે સર્વ લોકનાં મનને હરે છે. એમનું મંદ સ્મિત
અતિમનોજ્ઞ પુષ્પોના વિકસવા સમાન લોકોનાં હૃદયને મોહ પમાડતું. જેમ પુષ્પોની સુગંધ
ભમરાઓને અનુરાગી કરે તેમ એમની વાસના બધાનાં મનને અનુરાગરૂપ