કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૨૩
निश्चयमोक्षमार्गसाधनभावेन पूर्वोद्दिष्टव्यवहारमोक्षमार्गनिर्देशोऽयम् ।
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । तत्र धर्मादीनां द्रव्यपदार्थविकल्पवतां
तत्त्वार्थश्रद्धानभावस्वभावं भावान्तरं श्रद्धानाख्यं सम्यक्त्वं, तत्त्वार्थश्रद्धाननिर्वृत्तौ सत्यामङ्ग-
पूर्वगतार्थपरिच्छित्तिर्ज्ञानम्, आचारादिसूत्रप्रपञ्चितविचित्रयतिवृत्तसमस्तसमुदयरूपे तपसि चेष्टा
चर्या — इत्येषः स्वपरप्रत्ययपर्यायाश्रितं भिन्नसाध्यसाधनभावं व्यवहारनयमाश्रित्यानुगम्यमानो
मोक्षमार्गः कार्तस्वरपाषाणार्पितदीप्तजातवेदोवत्समाहितान्तरङ्गस्य प्रतिपदमुपरितनशुद्धभूमिकासु
परमरम्यासु विश्रान्तिमभिन्नां निष्पादयन्, जात्यकार्तस्वरस्येव शुद्धजीवस्य कथञ्चिद्भिन्न-
साध्यसाधनभावाभावात्स्वयं शुद्धस्वभावेन विपरिणममानस्यापि, निश्चयमोक्षमार्गस्य साधन-
भावमापद्यत इति ।।१६०।।
ટીકાઃ — નિશ્ચયમોક્ષમાર્ગના સાધન તરીકે, પૂર્વોદ્દિષ્ટ (૧૦૭મી ગાથામાં
ઉલ્લેખવામાં આવેલા) વ્યવહારમોક્ષમાર્ગનો આ નિર્દેશ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ત્યાં, (છ) દ્રવ્યરૂપ અને (નવ) પદાર્થરૂપ
જેમના ભેદો છે એવાં ધર્માદિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ ભાવ ( – ધર્માસ્તિકાયાદિની
તત્ત્વાર્થપ્રતીતિરૂપ ભાવ) જેનો સ્વભાવ છે એવો, ‘શ્રદ્ધાન’ નામનો ભાવવિશેષ તે સમ્યક્ત્વ;
તત્ત્વાર્થશ્રદ્ધાનના સદ્ભાવમાં અંગપૂર્વગત પદાર્થોનું અવબોધન ( – જાણવું) તે જ્ઞાન;
આચારાદિ સૂત્રો વડે કહેવામાં આવેલા અનેકવિધ મુનિ-આચારોના સમસ્ત સમુદાયરૂપ
તપમાં ચેષ્ટા ( – પ્રવર્તન) તે ચારિત્ર; — આવો આ, સ્વપરહેતુક પર્યાયને આશ્રિત, ભિન્ન-
સાધ્યસાધનભાવવાળા વ્યવહારનયના આશ્રયે ( – વ્યવહારનયની અપેક્ષાએ) અનુસરવામાં
આવતો મોક્ષમાર્ગ, સુવર્ણપાષાણને લગાડવામાં આવતા પ્રદીપ્ત અગ્નિની માફક, *સમાહિત
અંતરંગવાળા જીવને (અર્થાત્ જેનું અંતરંગ એકાગ્ર — સમાધિપ્રાપ્ત છે એવા જીવને) પદે
પદે પરમ રમ્ય એવી ઉપરની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ ( – અભેદરૂપ સ્થિરતા)
નિપજાવતો થકો — જોકે ઉત્તમ સુવર્ણની માફક શુદ્ધ જીવ કથંચિત્ ભિન્નસાધ્યસાધનભાવના
અભાવને લીધે સ્વયં (પોતાની મેળે) શુદ્ધ સ્વભાવે પરિણમે છે તોપણ — નિશ્ચયમોક્ષમાર્ગના
સાધનપણાને પામે છે.
ભાવાર્થઃ — જેને અંતરંગમાં શુદ્ધિનો અંશ પરિણમ્યો છે તે જીવને તત્ત્વાર્થશ્રદ્ધાન,
*સમાહિત = એકાગ્ર; એકતાને પામેલ; અભેદતાને પ્રાપ્ત; છિન્નભિન્નતા રહિત; સમાધિપ્રાપ્ત; શુદ્ધ;
પ્રશાંત.