मोक्षमार्गः । अथ खलु कथञ्चनानाद्यविद्याव्यपगमाद्वयवहारमोक्षमार्गमनुप्रपन्नो धर्मादि- तत्त्वार्थाश्रद्धानाङ्गपूर्वगतार्थाज्ञानातपश्चेष्टानां धर्मादितत्त्वार्थश्रद्धानाङ्गपूर्वगतार्थज्ञानतपश्चेष्टानाञ्च त्यागोपादानाय प्रारब्धविविक्तभावव्यापारः, कुतश्चिदुपादेयत्यागे त्याज्योपादाने च पुनः प्रवर्तितप्रतिविधानाभिप्रायो, यस्मिन्यावति काले विशिष्टभावनासौष्ठववशात्सम्यग्दर्शन-
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે સમાહિત થયેલો આત્મા જ જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી મોક્ષમાર્ગ છે.
હવે (વિસ્તાર એમ છે કે), આ આત્મા ખરેખર કથંચિત્ ( – કોઈ પ્રકારે, નિજ ઉદ્યમથી) અનાદિ અવિદ્યાના નાશ દ્વારા વ્યવહારમોક્ષમાર્ગને પામ્યો થકો, ધર્માદિસંબંધી તત્ત્વાર્થ-અશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસંબંધી અજ્ઞાનના અને અતપમાં ચેષ્ટાના ત્યાગ અર્થે તથા ધર્માદિસંબંધી તત્ત્વાર્થશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસંબંધી જ્ઞાનના અને તપમાં ચેષ્ટાના ગ્રહણ અર્થે ( – ત્રણના ત્યાગ અર્થે તથા ત્રણના ગ્રહણ અર્થે) ૧વિવિક્ત ભાવરૂપ વ્યાપાર કરતો થકો, વળી કોઈ કારણે ગ્રાહ્યનો ત્યાગ થઈ જતાં અને ત્યાજ્યનું ગ્રહણ થઈ જતાં તેના ૨પ્રતિવિધાનનો અભિપ્રાય કરતો થકો, જે કાળે અને જેટલા કાળ સુધી ૩વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવને લીધે સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે ૪અંગ-અંગીભાવે પરિણતિ ૧. વિવિક્ત = વિવેકથી જુદા તારવેલા (અર્થાત્ હેય અને ઉપાદેયનો વિવેક કરીને વ્યવહારે ઉપાદેય
કારણે ઉપાદેય ભાવોનો ( – વ્યવહારે ગ્રાહ્ય ભાવોનો) ત્યાગ થઈ જતાં અને ત્યાજ્ય ભાવોનું ઉપાદાન
અર્થાત્ ગ્રહણ થઈ જતાં તેના પ્રતિકારરૂપે પ્રાયશ્ચિત્તાદિ વિધાન પણ હોય છે.] ૨. પ્રતિવિધાન = પ્રતિકાર કરવાની વિધિ; પ્રતિકારનો ઉપાય; ઇલાજ. ૩. વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવ = ખાસ સારી ભાવના (
ભાવના. ૪. આત્મા તે અંગી અને સ્વભાવભૂત સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે અંગ. પં. ૨૯