Parmatma Prakash (Gujarati Hindi). Prakaskakiy Nivedan.

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 579

 

background image
[૪]
પ્રકાશકીય નિવેદન
આચાર્યવર શ્રી યોગીન્દુદેવ કૃત આ પરમાત્મપ્રકાશ ગ્રંથ મહા અધ્યાત્મશાસ્ત્ર છે, તેના પર શ્રી
બ્રહ્મદેવજીએ સંસ્કૃત ટીકા રચેલ છે તથા પં. દૌલતરામજીએ સંસ્કૃત ટીકાનો આધાર લઈ અન્વયાર્થ તથા
તેમના સમયની પ્રચલિત દેશભાષા(ઢુંઢારી)માં સુબોધ ટીકા રચેલ છે. આ સર્વેને સામેલ કરી આ ગ્રંથનું
પ્રકાશન ‘‘શ્રીમદ્ રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા’’ દ્વારા કરવામાં આવ્યું હતું.
પરમોપકારી આત્મજ્ઞસંત પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આ ગ્રંથ પર અલૌકિક,
સ્વાનુભવરસગર્ભિત નિજાત્મકલ્યાણપ્રેરક પ્રવચનો કરી મુમુક્ષુઓને આ અધ્યાત્મશાસ્ત્રના ભાવોનું રહસ્ય
અત્યંત સરળ રીતે સમજાવ્યું હતું. જેના પરિપાકરૂપે અધ્યાત્મરસિક મુમુક્ષુઓમાં આ મહાન શાસ્ત્રનો
અભ્યાસ કરવાની રુચિ જાગૃત થઈ. આ ગ્રંથ પરની શ્રી બ્રહ્મદેવજી રચિત સંસ્કૃત ટીકાનો ગુજરાતી
અનુવાદ વિદ્વાન ભાઈશ્રી અમૃતલાલ માણેકલાલ ઝાટકિયા દ્વારા કરવામાં આવ્યો હતો અને ગુજરાતી
અનુવાદ સહિત આ ગ્રંથનું આ પહેલાં પ્રકાશન કરવામાં આવેલ.
પૂજ્ય ગુરુદેવશ્રીનાં આ શાસ્ત્ર પર થયેલાં પ્રવચનો ટેપ થયેલાં હોવાથી આજે પણ CD દ્વારા
મુમુક્ષુઓ અત્યંત રસપૂર્વક આ પ્રવચનોના શ્રવણનો લાભ લઈ રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો થયાં
તે સમયે તેમની સમક્ષ પંડિત દૌલતરામજીની હિન્દી ટીકાવાળી આવૃત્તિ હોવાથી પૂજ્ય ગુરુદેવશ્રીનાં
પ્રવચનો
CDમાંથી સાંભળવામાં વિશેષ રસપ્રદ થાય તે હેતુથી આ આવૃત્તિમાં ગુજરાતી અનુવાદની સાથે
પં. દોલતરામજીની હિંદી ટીકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સંયુક્ત આવૃત્તિ પ્રકાશન કર્યા પહેલાં મૂળ પ્રાકૃત ગાથાઓ, સંસ્કૃત ટીકા તથા ગુજરાતી
અનુવાદમાં રહેલી ભાષાકીય ક્ષતિઓ અત્યંત ચીવટપૂર્વક સુધારાય તેની બધી જ કાળજી લેવામાં આવેલ
છે. આ આવૃત્તિમાં સામેલ કરવામાં આવેલ હિંદી ટીકા માટે અમો શ્રીમદ્ રાયચંદ્ર ગ્રંથમાળાના પ્રકાશકોનો
પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
આ આવૃત્તિના પ્રકાશનમાં અમને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપવા માટે બાલ બ્ર. શ્રી ચંદુલાલ
જોબાળિયા તથા વઢવાણનિવાસી બ્ર. શ્રી વજુભાઈ શાહનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
તદુપરાંત આ કાર્યમાં મદદરૂપ થનારા સર્વે મુમુક્ષુઓનો પણ આભાર માનીએ છીએ.
અંતમાં આ ગ્રંથનું સુંદર મુદ્રણ કાર્ય કરવા માટે અમો શ્રી કહાન મુદ્રણાલયના પણ આભારી
છીએ.
મુમુક્ષુઓ આ શાસ્ત્રનો પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલા રહસ્યોદ્ઘાટનને આત્મસાત કરી નિજ
આત્મસાધનામાં પ્રવૃત્ત થવા અર્થે આ શાસ્ત્રનો અભ્યાસ કરે એજ અભ્યર્થના.
અષાઢ વદ ૧
વીર સંવત ૨૫૩૩
તા. ૩૦-૭-૨૦૦૭
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)