Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1273 of 4199

 

૨૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ છે એમ નથી. તે કર્મબંધનની પર્યાયનો કર્તા પુદ્ગલ પરમાણુ છે, રાગાદિ ભાવ તેનો કર્તા નથી. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે પોતાના પરિણમનનો કર્તા છે.

ભાવાર્થઃ– ‘સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ

કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે.’

દરેક દ્રવ્યમાં પરિણમનસ્વભાવ છે, એક અવસ્થાથી અવસ્થાંતરપણે બદલવાનો સ્વભાવ છે, એટલે પોતાના ભાવનો પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ સ્વતંત્રપણે પોતાના ભાવને કરે છે અને તેનો પુદ્ગલદ્રવ્ય પોતે જ કર્તા છે.