૨પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ તપશ્ચરણરૂપ છે અથવા દાન-પૂજા-દયા-શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધ- માન-માયા-લોભરૂપ છે, -આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમકે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી;-દ્રવ્યનો એવો જ પરિણમન વિશેષ છે.’’
આ પ્રમાણે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે, અજ્ઞાનમય નથી અને અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે, જ્ઞાનમય નથી.
‘જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે’ એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે.
અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવ મારા છે એમ તેમાં આત્મબુદ્ધિ છે. તે શુભભાવથી પોતાને લાભ થાય અને તે પોતાનું કર્તવ્ય છે એમ માને છે. તેથી અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ છે. તથા જેટલા શુભાશુભ ભાવ છે તે બંધનું કારણ છે.
‘અવિરત સમ્યગ્દ્રષ્ટિ (-જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તોપણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે.’
જ્ઞાનીને ક્રોધ, માન આદિ ભાવ આવે છે, તેની રુચિ નથી છતાં નબળાઈથી તે ભાવ આવે છે; પરંતુ તે ભાવ મારી ચીજ છે અને તેનાથી મને લાભ છે એવી જ્ઞાનીની બુદ્ધિ હોતી નથી. કર્મના ઉદયના નિમિત્તે થયેલા તે ભાવને જ્ઞાની ઉપાધિ માને છે.
તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતાં નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. જ્ઞાની જે કર્મ ઉદયમાં આવે છે તેમાં થોડા જોડાય પણ છે, છતાં તે રાગ ખરી જાય છે કેમકે તેને તેનું સ્વામીપણું નથી. તે એવો બંધ કરતો નથી કે જેથી સંસારનું પરિભ્રમણ વધે, કારણ કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી.
વિકાર કરવા લાયક છે એવા ઊંધા પુરુષાર્થપણે જ્ઞાની પરિણમતા નથી. કર્મના ઉદયમાં તે પોતાની કમજોરીથી જોડાય છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને રાગમયપણે પરિણમતા નથી. હું જ્ઞાતા-દ્રષ્ટા છું એ ભૂલીને તે રાગસ્વભાવે પરિણમતા નથી. ધર્મીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના શુભભાવ આવે છે પણ તેમાં આત્મબુદ્ધિ નથી. જ્ઞાનીનું