Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1357 of 4199

 

૨૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કે આ બાહ્ય વૈભવ અને શરીરની સુંદરતા દેખીને તેમાં હોંશ ન કર, ભાઈ! અને રાગની- વ્યવહારની બાહ્ય ક્રિયામાં પણ હોંશ ન કર. અહા! અંદર સુંદર નાથ-ભગવાન ચિત્સ્વરૂપ બિરાજે છે; તો હોંશ કરીને ત્યાં જા ને! લોકોને એકાન્ત જેવું લાગે, પણ એમ નથી. નિશ્ચયથી જ પ્રાપ્ત થાય અને વ્યવહારથી ન થાય-એનું નામ અનેકાન્ત છે. તત્ત્વવેદી ચિત્સ્વરૂપ પોતાને નિરંતર ચિત્સ્વરૂપે જ વેદે છે.

આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે છે તો આત્માને (પોતાને) ચિત્સ્વરૂપે જ વેદે છે, અનુભવે છે. અરે! દેડકો-મેઢક પણ અંદર પોતાના સ્વરૂપમાં જાય ત્યારે એને શુદ્ધ ચૈતન્યના આનંદનું વેદન આવે છે. દેડકાનું શરીર તો માટી-ધૂળ અજીવ તત્ત્વ છે. પણ તે બહારનું લક્ષ છોડીને અંતર-સ્વરૂપમાં જાય ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહાહા...! તત્ત્વવેદી ધર્મીજીવ ચિત્સ્વરૂપને (પોતાને) ચિત્સ્વરૂપે જ નિરંતર અનુભવે છે. એક સમયનો પણ આંતરો પડયા વિના ધર્મીને નિરંતર ચૈતન્ય-મૂર્તિ ઝળહળજ્યોતિસ્વરૂપ ભગવાન આનંદસ્વરૂપે જ અનુભવાય છે.

આ તો ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની તો શી વાત! ઉપરના ગુણસ્થાને તો જે પ્રચુર આનંદનો અનુભવ છે એ તો કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે! વ્યવહારના આગ્રહવાળાને એમ લાગે કે અમારી તુચ્છતા બતાવીને નિંદા કરે છે. બાપુ! આ નિંદા નથી. ભગવાન! તારી નિંદા ન હોય. તું ભગવાન છે ને! પણ પર્યાયમાં જે ભૂલ છે તેનું અહીં જ્ઞાન કરાવે છે. આ તો તારા પરમ હિતની વાત છે. તને એમાં દુઃખ લાગે, પણ હે મિત્ર! હે સજ્જન! ધર્મનું સ્વરૂપ જ આવું છે. તારું ચૈતન્યસ્વરૂપ એકલા આનંદથી ભરેલું છે; ત્યાં તું જા ને! તને અવશ્ય આનંદ થશે. પ્રભુ! જાણનારને જાણ અને દેખનારને દેખ. તારી ચીજને અંતરમાં દેખતાં તે ચિત્સ્વરૂપ જ દેખાય છે, આનંદસ્વરૂપ જ અનુભવાય છે. બસ આ જ માર્ગ છે. લોકોને લાગે કે આ તો નિશ્ચયનો માર્ગ! હા, માર્ગ તો નિશ્ચયનો જ છે, અને નિશ્ચયનો છે એટલે સત્યનો માર્ગ છે.

અહીં આ શ્લોકમાં ત્રણ વાત કરી છે. ૧. જીવ કર્મથી બંધાયેલો છે એવો એક વ્યવહારનયનો પક્ષ છે, ૨. જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજો નિશ્ચયનયનો પક્ષ છે, અને ૩. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરંતર ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો અનુભવાય છે.