સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૨૩ બનારસીદાસજીએ સમયસાર નાટક બનાવ્યું છે. ભાઈ! આત્મહિત વિચારી શાસ્ત્રોનાં વાંચન, સ્વાધ્યાય, મનન કરવાં જોઈએ. જીવોને ઘણાં શલ્ય પડયાં હોય છે. માટે બરાબર સ્વાધ્યાય કરવો જોઈએ. અહીં તો એમ કહે છે કે આગમના અભ્યાસના વિકલ્પમાં રોકાય તેને પણ આત્માનુભવ નહિ થાય.
ભગવાન આત્મા નિર્વિકલ્પ અભેદ વસ્તુ છે, તેમાં ગુણ અને ગુણીનો ભેદ પાડીને વિકલ્પ ઉઠાવવો તે પરદ્રવ્ય છે. વસ્તુનો આધારમાત્ર પ્રદેશ-તેમાં અસંખ્ય પ્રદેશી વસ્તુ એમ ભેદ-વિકલ્પ ઉઠાવવો તે પરક્ષેત્ર છે. બાપુ! આ વીતરાગનો માર્ગ બહુ અલૌકિક છે અને એનું ફળ પરમ અલૌકિક છે. દ્રવ્યની મૂળની અવસ્થા ત્રિકાળી તે સ્વકાળ છે. એક સમયની પર્યાય વિનાની ત્રિકાળી નિર્વિકલ્પ વસ્તુ તે સ્વકાળ છે અને તેના અવસ્થાંતરરૂપ ભેદકલ્પના તે પરકાળ છે. એક સમયની પર્યાયનો ભેદ પાડવો તે પરકાળ છે. અહો! જે ભાગ્યશાળી હોય તેના કાને પડે એવી આ વાત છે. વસ્તુ ત્રિકાળી આનંદકંદ પ્રભુ તે સ્વકાળ અને એક સમયની પર્યાયનો ભેદ લક્ષમાં લેવો તે પરકાળ છે. તે પરકાળની સ્વકાળમાં નાસ્તિ છે. ચોથો કાળ અને પંચમ કાળ એ તો કયાંય બહાર રહી ગયા!
અહીં કહે છે-એ પ્રમાણે બહુ વિકલ્પની જાળો આપોઆપ ઊઠે છે. આ શું કહ્યું? કે આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે, તેમાં (પર્યાયમાં) અબદ્ધ છું, શુદ્ધ છું એવી વૃત્તિ આપોઆપ ઊઠે છે અર્થાત્ એ વૃત્તિ નિજ ચૈતન્યસ્વરૂપમાં નથી. અરે! આવા વિકલ્પોની જાળમાં આત્મા ગૂંચવાઈ ગયો છે! પ્રભુ! તું નિર્વિકલ્પ છો ને! આ જે વિકલ્પ ઊઠે છે એ નયપક્ષની બાહ્ય ભૂમિકા છે. વિકલ્પ અદ્ધરથી ઊઠે છે. તેને જે તત્ત્વવેદી છે તે ઓળંગી જાય છે. આઠ વર્ષનો બાળક પણ આ રીતે અનુભવ કરીને કેવળજ્ઞાન પામે છે. તેમાં પરકાળ નડતો નથી, કર્મ પણ નડતાં નથી.
સમ્યગ્જ્ઞાન દીપિકામાં દાખલો આપ્યો છે. એક શેઠનો દીકરો પોતાની પત્નીને ઘરે મૂકીને પરદેશમાં રળવા ગયો. ઘણાં વર્ષ થઈ ગયાં પણ તે દેશમાં પાછો ન આવ્યો. તેની પત્ની બિચારી જાણે વિધવા જેવું જીવન ગુજારે. એટલે એના પિતાએ દીકરાને ચિઠ્ઠી લખી કે-ભાઈને માલૂમ થાય કે તારી પત્ની વિધવા થઈ છે તો તરત ઘેર આવો. ચિઠ્ઠી વાંચીને આ તો પોક મૂકીને ખૂબ જોરથી રોવા લાગ્યો. આજુબાજુનાં સૌ ભેગાં થઈ ગયાં. ભાઈ, છાના રહો એમ ધીરજ આપવા લાગ્યાં. પછી પૂછયું-ભાઈ, કોણ ગુજરી ગયું એ તો કહો, ત્યારે તે કહેવા લાગ્યો-મારી પત્ની વિધવા થઈ ગઈ. પડોશીઓએ કહ્યું-કેવી વાત! તમે તો હયાત છો ને પત્ની કેવી રીતે વિધવા થઈ? ત્યારે તેણે કહ્યું-હા, એ તો બરાબર છે, પણ પિતાજીની ચિઠ્ઠી આવી છે કે તારી પત્ની વિધવા થઈ ગઈ, તો એ પણ ખોટી કેમ માનું? એમ અજ્ઞાની કહે છે કે- દાદાજીના શાસ્ત્રમાં-ગોમ્મટસાર આદિમાં કથન છે કે જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાય ઇત્યાદિ-એ ખોટાં કેમ