Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1511 of 4199

 

પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એવા તારા આત્માનો સ્વભાવ-શક્તિ તો અમાપ અપરંપાર છે અને અવિદ્યાની શક્તિ તો અલ્પ છે. જો તું અવિદ્યારૂપ કર્મમાં પોતાને ન જોડે તો એ જડનું તો કાંઈ જોર નથી. પરંતુ અજ્ઞાનને વશ થતાં તારી ચિંતવણી તારે ગળે પડી છે. પરને દેખીને એ મારી ચીજ છે એમ માની પોતાને (આત્માને) તું ભૂલ્યો છે. એટલે તો અમે કહીએ છીએ કે જેમ તારી શુદ્ધતા મોટી (બડી) તેમ તારી અશુદ્ધતા મોટી (બડી) છે. ભાઈ! તું એ અશુદ્ધતાના-શુભરાગના પ્રેમમાં, હાથી હાથણીમાં ફસાઈ જાય તેમ ફસાઈ ગયો છે. ભારે આકરું (-વિષમ) કામ ભાઈ! (કારણ કે એનું ફળ બહુ આકરું છે).

કુશીલ એવાં શુભાશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનું કારણ છે એમ કહ્યું એમાં કર્મ એટલે બંધાયેલું જડકર્મ એમ કેટલાક અર્થ કરે છે, પણ ખરેખર તો જીવની પર્યાયમાં શુભાશુભ પરિણામ જે થાય છે એને અહીં કર્મ કહ્યું છે. આ વાત આચાર્યદેવે ગાથા ૧પ૩ની ટીકામાં એકદમ સ્પષ્ટ કરી છે. ત્યાં ટીકામાં કહ્યું છે-‘‘જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે.’’ જુઓ, અહીં શુભકર્મો એટલે જડ કર્મના પરમાણુ જે બંધાય તે નહિ પણ શુભ પરિણામ, વ્રતાદિના શુભભાવ એમ અર્થ છે. શુભભાવને અહીં કર્મ કહ્યું છે.

આ વ્રત, નિયમ, શીલ, તપ કહ્યાં એમાં જે તપ કહ્યું એમાં તો બારે પ્રકારનાં તપ આવી ગયાં; એમાં ધ્યાનેય આવી ગયું. ત્યાં જે વિકલ્પરૂપ ધ્યાન કરે એ વિકલ્પ શુભકર્મ- શુભકાર્ય-શુભપરિણામ છે. એ ધ્યાનના વિકલ્પ કુશીલ છે એમ અહીં કહે છે. હમણાં ધ્યાન કરાવો, ધ્યાન કરાવો એમ ધ્યાનનું ખૂબ ચાલ્યું છે. એમ કે આ સોનગઢવાળા અધ્યાત્મ- અધ્યાત્મ કરે છે તો આપણે ધ્યાનનું ચલાવો. હમણાં હમણાં તો છાપામાં ધ્યાન કરવા બેઠા હોય એના ફોટા પણ આવે છે. પણ ધ્યાન કોને કહેવાય, બાપુ! અંદર શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈ ઠરવું તે ધ્યાન છે. પણ જેને હજુ આત્માની પ્રતીતિ થઈ નથી તે ઠરશે શામાં? પોતાની ચીજ જે ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદસ્વરૂપ છે તે હજી દ્રષ્ટિમાં-વેદનમાં-અનુભવમાં આવી નથી તો એ ચીજમાં મગ્ન થઈ ઠરવારૂપ ધ્યાન કયાંથી આવે? બાપુ! આ ધ્યાનના જે બાહ્ય વિકલ્પ છે એ તો રાગ છે અને તે કુશીલ છે, બંધનું કારણ છે; સમગ્ર શુભકર્મ બંધનું કારણ છે. આવી વાત છે.

અહા! પોતે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાનસ્વરૂપે છે. પરંતુ રાગની રુચિમાં ફસાઈ પોતાના નિજ સ્વરૂપને ભૂલીને તે અનાદિથી રાગની રમતોમાં પડયો છે. સત્ નામ શાશ્વત ચૈતન્ય અને આનંદ પોતાનો સ્વભાવ છે. આવા પોતાના સ્વભાવને