__________________________________________________________________
શ્લોકાર્થઃ– [व्यवहरण–नयः] જે વ્યવહારનય છે તે [यद्यपि] જો કે [इह प्राक्–पदव्यां] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [निहित–पदानां] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [हन्त] અરેરે! [हस्तावलम्बः स्यात्] હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, [तद्–अपि] તોપણ [चित्–चमत्कार–मात्रं पर–विरहितं परमं अर्थ अन्तः पश्यतां] જે પુરુષો ચૈતન્યચમત્કારમાત્ર પરદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ ‘અર્થ’ ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે. તેમને [एषः] એ વ્યવહારનય [किञ्चित् न] કાંઈપણ પ્રયોજનવાન નથી.
ભાવાર્થઃ– શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈપણ પ્રયોજનકારી નથી.પ
હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अस्य आत्मनः] આ આત્માને [यद् इह द्रव्यान्तरेभ्यः पृथक दर्शनम्] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) [एतत् एव नियमात् सम्यग्दर्शनम्] તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવા છે આત્મા? [व्याप्तुः] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? [शुद्धनयतः एकत्वे नियतस्य] શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? [पूर्ण–ज्ञान–घनस्य] પૂર્ણજ્ઞાનઘન છે. [च] વળી [तावान् अयं आत्मा] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [तत्] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે “[इमाम् नव–तत्त्व–सन्ततिं मुक्त्वा] આ નવતત્ત્વની પરિપાટીને છોડી, [अयम् आत्मा एकः अस्तु नः] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.”
ભાવાર્થઃ– સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાય- ભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો