Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1626 of 4199

 

સમયસાર ગાથા-૧૬૦ ] [ ૧૬પ અને એ જ મિથ્યાત્વરૂપ મહાબંધ છે. સમજાણું કાંઈ...? લ્યો, આ કર્મનો નિષેધ કરનારા ત્રણ બોલ પૈકી બે થયા.

૧. શુભભાવ છે એ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ચૈતન્યની નિર્મળ પરિણતિનો ઘાતક છે
તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. (ગાથા ૧પ૭-૧પ૮-૧પ૯).

૨. શુભભાવ સ્વયં બંધસ્વરૂપ છે માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે.

૩. શુભભાવનાં શ્રદ્ધાન-જ્ઞાન અને આચરણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી
વિપરીત ભાવ છે માટે શુભભાવ નિષેધવામાં આવ્યો છે એ ત્રીજો બોલ હવેની
ગાથાઓમાં (૧૬૧, ૧૬૨, ૧૬૩ માં) કહેશે.

હવે આવી વાત કયાં છે, બાપા? સાંભળવા મળવી પણ દુર્લભ છે.

[પ્રવચન નં. ૨૨૨ * દિનાંક પ-૧૧-૭૬]