Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1639 of 4199

 

૧૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

જ્ઞાન એટલે ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન જ્ઞાન જેને આત્મજ્ઞાન કહે છે, અને જે અતીન્દ્રિય આનંદ સહિત હોય છે. છહઢાળામાં કહ્યું છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’’

પાંચ મહાવ્રત અને ૨૮ મૂલગુણ અનંતવાર પાળ્‌યાં ને નવમી ગ્રૈવેયક સુધી ગયો પણ આત્મજ્ઞાન કર્યું નહિ તેથી અંશ પણ નિરાકુળ આનંદ ન મળ્‌યો. અહીં જેના વિના નિરાકુળ આનંદ ન ઉપજે એ આત્મજ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ભાઈ! પંચમહાવ્રતના પરિણામ એ આસ્રવ છે તેથી દુઃખરૂપ છે. સમ્યગ્જ્ઞાન જ મોક્ષના કારણરૂપ, સુખરૂપ છે. બાપુ! આ વીતરાગ પરમેશ્વરનો માર્ગ આખી દુનિયાથી બહુ જુદો છે.

અહાહા...! ભગવાન ચૈતન્યદેવ આનંદમૂર્તિ પ્રભુ આત્મા સદાય અંદર વિરાજમાન છે. તેની સન્મુખ થઈ એમાં જ ઢળીને જે જ્ઞાન ઉત્પન્ન થાય તે આત્મજ્ઞાન છે. આ આત્મજ્ઞાન આનંદ અને વીતરાગતા સહિત છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સ્વભાવ એટલે અહીં ત્રિકાળીની વાત નથી, પર્યાય જે સમ્યગ્જ્ઞાનરૂપ છે એની વાત છે. અહીં કહે છે -તેને રોકનારું અજ્ઞાન છે. તે (અજ્ઞાન) પોતે કર્મ જ છે એટલે વિકારી ભાવ જ છે, આત્મસ્વભાવ નથી. તેના ઉદયથી એટલે અજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાન કહેતાં આત્માને અજ્ઞાનીપણું થાય છે. આ પ્રમાણે મિથ્યાત્વ અને અજ્ઞાન એ મોક્ષમાર્ગથી વિપરીતભાવ છે એમ બે બોલ થયા.

હવે ચારિત્રનો ત્રીજો બોલઃ-અહાહા...! પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મામાં રમણતા કરવી, એમાં ચરવું એને ચારિત્ર કહીએ. સમયસાર નાટકમાં આવે છે કે-

‘‘ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધસમાન સદા પદ મેરૌ,
મોહ મહાતમ આતમઅંગ, કિયૌ પરસંગ મહા તમ ઘેરૌ;
ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહૌં ગુન નાટક આગમ કેરૌ,
જાસુ પ્રસાદ સધૈ સિવમારગ, વેગિ મિટૈ ભવવાસ બસેરૌ.’’

આમાં બનારસીદાસ એમ કહે છે કે-જેની કોઈ ઉપમા નથી અને જે અમૂર્ત છે એવું ચૈતન્યનું જાગૃતસ્વરૂપ, જ્ઞાતા-દ્રષ્ટાનું સ્વરૂપ તે સદાય સિદ્ધસમાન એવું મારું પદ છે. પરંતુ મોહરૂપી મહાઅંધકારનો સંગ કરવાથી હું આંધળો બની રહ્યો હતો; એટલે કે રાગ અને પુણ્યનો સંગ કરવાથી હું મારું નિજપદ જાણી શકતો નહોતો. હવે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે. અહાહા..! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભભાવથી-રાગથી રહિત મારી શુદ્ધ ચૈતન્યમય ચીજ છે અને તે એકના આશ્રયે જ,