સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૮૩ ભાઈ! આમાં (આડુ-અવળું કરવાની) તારી પંડિતાઈ કામ નહિ આવે. આ તો ભેદજ્ઞાન કરવાની અંતરની જુદી જ વાત છે.
સર્વજ્ઞે દીઠું એમ જ ક્રમબદ્ધ એટલે જે કાળે જે પર્યાય થવાની હોય તે તે કાળે જ થાય, આઘી-પાછી નહિ-એવો નિર્ણય જેણે કર્યો તેણે એ પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ જઈને કર્યો છે, કેમકે જ્ઞાયકસ્વભાવમાં સર્વજ્ઞતા છે. જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ પર્યાયના આશ્રયે ન થાય. જ્ઞાયકસ્વભાવની પ્રતીતિમાં સર્વજ્ઞની પ્રતીતિ આવે છે અને તેના જ્ઞાનમાં સર્વજ્ઞસ્વભાવનું જ્ઞાન આવે છે. અહો! જેને આવા સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો તેને ક્રમબદ્ધનું યથાર્થ જ્ઞાન થયું છે. સર્વજ્ઞ ભગવાન જગતમાં છે અને એણે જે જોયું તે જેમ છે તેમ જ છે અને તે પ્રમાણે જ થાય; એમાં જે શંકા કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. છે તો એમ જ, પણ એનો નિર્ણય કોેને થાય? આત્માના જ્ઞાનસ્વભાવનો (જ્ઞાયકસ્વભાવનો) જેને અંતર્દ્રષ્ટિ વડે નિશ્ચય થાય છે તેને જ ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે.
જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરવા જતાં- -તેમાં જ્ઞાયકસ્વભાવની જે સન્મુખતા કરી તે પુરુષાર્થ આવ્યો, -સન્મુખતા જ્ઞાયકભાવ પ્રતિ થઈ તે સ્વભાવ આવ્યો, -સ્વભાવસન્મુખતાની નિયતિનો પર્યાય-કાળ છે તે કાળલબ્ધિ આવી, -જે ભાવ થવા યોગ્ય હતો તે થયો-એમ ભવિતવ્ય આવ્યું, અને -તે સમયે નિમિત્તનો (કર્મનો) જે અભાવ છે તે નિમિત્ત પણ આવ્યું. આમ પાંચે સમવાય એક સાથે આવી જાય છે.
સર્વજ્ઞના માર્ગમાં આવીને પણ કેટલાક લોકો કહે છે કે-સર્વજ્ઞ પુરુષાર્થ કરવાનું કહે નહિ અર્થાત તું પુરુષાર્થકર-એવી આજ્ઞા સર્વજ્ઞ આપે નહિ કારણ કે સર્વજ્ઞ જાણે છે કે-આ સમયે એને પુરુષાર્થ થશે. પુરુષાર્થ કરી શકાય નહિ, પુરુષાર્થના કાળે પુરુષાર્થ થશે, આપણે નવો કરી શકીએ નહિ.
આવા પ્રકારની માન્યતાવાળાને જ્ઞાનીઓ કહે છે-ભાઈ! સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને જ થાય છે અને એ જ પુરુષાર્થ છે. પ્રવચનસારની ગાથા ૮૦ માં કહ્યું છે કે-
અરિહંતની પર્યાયને જે જાણે તે આત્માને-નિર્મળ શુદ્ધ જ્ઞાયકસ્વભાવને જાણે