Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1746 of 4199

 

સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૮પ (સુખદાયક) છે. અરે! લોકોએ વર્તમાનમાં પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રો લખી વીતરાગના નામે ચઢાવીને વીતરાગ માર્ગને વીંખી નાખ્યો છે!

* ગાથા ૧૭૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગ-દ્વેષ-મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસ્રવ જ છે.’

અહીં એમ કહે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહનો અભાવ છે. હું રાગ કરું અને રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. હું તો નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞતાથી રહિત પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી જ્ઞાનસ્વરૂપ પરમાત્મા છું-એવી જ્ઞાનીને દ્રષ્ટિ હોવાથી તેને અજ્ઞાનપૂર્વકના રાગાદિનો અભાવ છે અને તે અપેક્ષાએ તે નિરાસ્રવ જ છે.

જે કર્તા થઈને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યભાવને કરે છે એની તો દ્રષ્ટિ પરની ક્રિયા અને રાગ ઉપર છે. તેથી એ તો મિથ્યાદ્રષ્ટિ જ છે. જેની દ્રષ્ટિ ભગવાન આત્મા પર નથી એ તો મિથ્યાત્વ સહિત રાગ-દ્વેષ-મોહને જ કરે છે.

પ્રશ્નઃ– બુદ્ધિપૂર્વકના (રુચિ પૂર્વકના) રાગ-દ્વેષ-મોહનો નાશ થયા પછી શું કરવું? (વ્રત, તપ કરવાં કે નહિ?)

ઉત્તરઃ– તેણે પછી સ્વરૂપમાં અંદર સ્થિર થવાનો પુરુષાર્થ કરવો. અંદર સ્થિર થવું એ જ કરવું છે. (વ્રતાદિના વિકલ્પ કરવા-એ કરવાની તો વાત છે જ નહિ કેમકે એ તો રાગ છે.) જુઓ, એ જ વાત કરે છે-

‘પરંતુ જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી, જાણી અને આચરી શકે છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વકનો કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહ સંબંધી રાગ-દ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે- જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું.’

જુઓ, પછી શું કરવું એનો ખુલાસો કર્યો. ભાઈ! જીવને પ્રથમ ભૂમિકા (સમ્યગ્દર્શન) પ્રગટ થયા પછી શું કરવું એની શંકા રહેતી જ નથી, કેમકે તેના જ્ઞાનમાં બધો ખુલાસો થઈ જ જાય છે. ક્ષાયિક સમકિતીને પણ જઘન્ય પરિણમન છે ત્યાં સુધી ચારિત્રમોહનો રાગ છે અને એટલો બંધ પણ છે. માટે આ ઉપદેશ છે કે કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાનમાં જ રમણતા કરવી, જ્ઞાનને જ દેખવું, જાણવું અને આચરવું. વ્યવહારરત્નત્રયના રાગનું આચરણ કરવું એમ વાત નથી. આત્માનું જ આચરણ કરવું એમ વાત છે. હવે કહે છે-