Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1749 of 4199

 

૨૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ચૈતન્યસ્વભાવ તેને સ્પર્શતો થકો અર્થાત્ તેમાં એકાગ્ર-સ્થિર થતો થકો જ્ઞાની અબુદ્ધિપૂર્વક રાગને ટાળે છે.

વળી કોઈ કહે કે રાગ કેમ ટાળવો એનું શાસ્ત્રમાં લખાણ નથી. અરે ભાઈ! સ્વભાવને સ્પર્શે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી એને રાગ ટાળ્‌યો એમ કહેવામાં આવે છે. ચોકખી વાત તો છે. આ રાગ છે અને એને ટાળું એમ રાગના લક્ષે રાગ ન ટળે, એથી તો રાગ જ થયા કરે. પોતાના શુદ્ધ ચૈતન્યશક્તિવાનના લક્ષે-આશ્રયે રાગ ટળે છે કેમકે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી. કર્મના, રાગના કે પર્યાયના લક્ષે રાગ ટળે એવું વસ્તુસ્વરૂપ નથી.

‘ણમો અરિહંતાણં’ એમ પાઠ છે ને? એનો કેટલાક એવો અર્થ કરે છે કે કર્મરૂપી અરિને હંત કહેતાં જેણે હણ્યા છે તે અરિહંત. પણ તેનો ખરો અર્થ એમ નથી. કર્મ કયાં વેરી છે? જડકર્મને વેરી કહેવું એ તો નિમિત્ત પર આરોપ આપીને કરેલું કથન છે. જડ ઘાતીકર્મ વેરી છે એમ નહિ પણ ભાવઘાતીકર્મ (વિકારી પરિણતિ) આત્માનો વેરી છે, અને ભાવઘાતીને જે હણે તે અરિહંત છે. પોતાની વિકારી પરિણતિ વેરી હતી તેને જેણે હણી તે અરિહંત છે. પ્રવચનસારમાં વિકારને અનિષ્ટ કહ્યો છે. વિકાર અનિષ્ટ છે અને શુદ્ધ સ્વભાવ જે પ્રગટ થાય તે ઇષ્ટ છે. નિશ્ચયથી રાગ-દ્વેષ-મોહ જીવની સ્વભાવગુણની પર્યાયના વેરી છે. બીજો (કર્મ) વેરી કયાં છે? જડ દ્રવ્યકર્મ અને આત્મા ભલે એક પ્રદેશે હો, પણ કોઈ કોઈના કર્તા નથી, કોઈ કોઈની પર્યાયમાં જતા નથી (વ્યાપતા નથી). સૌ પોતપોતામાં જ પરિણમી રહ્યા છે.

અહા! આવું વસ્તુનું સ્વરૂપ પ્રગટ (સુસ્પષ્ટ) હોવા છતાં અત્યારે લુપ્ત થઈ ગયું હોવાથી લોકો તેનો વિરોધ કરે છે! સત્યને યથાર્થ સમજી તેને પ્રાપ્ત કરવાની અરે! લોકોને કયાં દરકાર છે? પણ આવી પરમ સત્ય વાત કદી સાંભળી પણ ન હોય તેને સત્યની રુચિ અને પ્રાપ્તિ કયાંથી થશે ભાઈ!

અહીં કહે છે-વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર જ્ઞાનાનુભવનરૂપ સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે ‘सकलां परवृत्तिम् एव उच्छिन्दन्’ સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને ઉખેડતો ‘ज्ञानस्य पूर्णः भवन्’ જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, ‘हि’ ખરેખર ‘नित्यनिरास्रवः भवति’ સદા નિરાસ્રવ છે. આત્મા સ્વભાવે જ્ઞાનમય છે અને એની પર્યાયમાં પૂર્ણ જ્ઞાનમય થતાં ખરેખર તે સદા નિરાસ્રવ છે.

સમકિતીને બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહનો અભાવ હોવાથી દ્રષ્ટિની અપેક્ષાએ નિરાસ્રવ કહ્યો, પણ જઘન્ય પરિણમનના કારણે તેને અબુદ્ધિપૂર્વકનો આસ્રવ થતો હોય છે તેને તે આત્માના ઉગ્ર આશ્રય વડે ઉત્કૃષ્ટ પરિણમનને પ્રાપ્ત થઈ-વસ્તુની શક્તિને ઉત્કૃષ્ટપણે સ્પર્શીને ઉખેડી નાખે છે. ઉખેડી નાખે છે એ તો વ્યવહારથી કથન છે, ખરેખર તો