Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1754 of 4199

 

સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૨૯૩

सन्ति तु निरुपभोग्यानि बाला स्त्री यथेह पुरुषस्य।
बध्नाति तानिं उपभोग्यानि तरुणी स्त्री यथा नरस्य।। १७५।।
एतेन कारणेन तु सम्यग्द्रष्टिरबन्धको भणितः।
आस्रवभावाभावे न प्रत्यया बन्धका भणिताः।। १७६।।

[उपयोगप्रायोग्यं] ઉપયોગના પ્રયોગ અનુસાર, [कर्मभावेन] કર્મભાવ વડે (-રાગાદિક વડે) [बध्नन्ति] નવો બંધ કરે છે. તે પ્રત્યયો, [निरुपभोग्यानि] નિરુપભોગ્ય [भूत्वा] રહીને પછી [यथा] જે રીતે [उपभोग्यानि] ઉપભોગ્ય [भवन्ति] થાય છે[तथा] તે રીતે, [ज्ञानावरणादिभावैः] જ્ઞાનાવરણાદિ ભાવે [सप्ताष्टविधानि भूतानि] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને [बध्नाति] બાંધે છે. [सन्ति तु] સત્તા-અવસ્થામાં તેઓ [निरुपभोग्यानि] નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી- [यथा] જેમ [इह] જગતમાં [बाला स्त्री] બાળ સ્ત્રી [पुरुषस्य] પુરુષને નિરુપભોગ્ય છે તેમ; [तानि] તેઓ [उपभोग्यानि] ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં [बध्नाति] બંધન કરે છે- [यथा] જેમ [तरुणी स्त्री] તરુણ સ્ત્રી [नरस्य] પુરુષને બાંધે છે તેમ. [एतेन तु कारणेन] આ કારણથી [सम्यद्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિને [अबन्धकः] અબંધક [भणतिः] કહ્યો છે, કારણ કે [आस्रवभावाभावे] આસ્રવભાવના અભાવમાં [प्रत्ययाः] પ્રત્યયોને [बन्धकाः] (કર્મના) બંધક [न भणिताः] કહ્યા નથી.

ટીકાઃ– જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને

પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે-વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે (અર્થાત્ ઉપયોગના પ્રયોગ અનુસારે), કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્ભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિધમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધના કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આસ્રવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે.)

ભાવાર્થઃ– દ્રવ્યાસ્રવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્તનૈમિત્તિકભાવ

છે. દ્રવ્યાસ્રવોના ઉદય વિના જીવને આસ્રવભાવ થઇ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય