Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1815 of 4199

 

૩પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ઈયળો પડી. તળાઈમાં સૂતેલી જ્યાં પડખું ફેરવે ત્યાં પારાવાર વેદના થાય. બિચારી રુવે-રુવે- રુવે, ચીસ પાડીને ભારે આક્રંદ કરે. એની માને કહે-બા મેં આ ભવમાં તો આવાં પાપ કર્યાં નથી અને આવી પીડા! પીડા-પીડા-પીડા-અસહ્ય પીડા, પણ નરકની પીડાથી તો અનંતમા ભાગે હો.

એક છોડી હતી. એને હડકાયું કૂતરું કરડેલું. તે એવી તો વેદનાભરી રાડ નાખે કે-મને કોઈ મારી નાખો, મારાથી આ સહન થતું નથી, મને પવન નાખો; અરે! શું થાય છે એની મને ખબર પડતી નથી. અહા! અડતાલીસ કલાક આમ ને આમ રાડ નાખતી મરી ગઈ. એવી ભયાનક પીડા કે જોનાર પણ ત્રાસી ઊઠે.

ભાઈ! આનંદનો નાથ ભગવાન પોતે જ્યારે ઉલટો પડે ત્યારે એની પર્યાયમાં આવાં ભયાનક દુઃખ ઊભાં થાય છે. ભાઈ! આવાં દુઃખ તેં અનંતવાર સહજ કર્યા છે. પણ ભૂલી ગયો તું. અહીં તને તેનું સ્મરણ કરાવી એ દુઃખને મટાડવાનો આચાર્ય ઉપાય બતાવે છે તેને તું ગ્રહણ કર.

* કળશ ૧૨૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર-સ્થિર થતી જાય છે.’

જુઓ, શુદ્ધનય, આ મતિ-શ્રુત આદિ જે જ્ઞાનના ભેદો પડે છે-જેને સમયસાર ગાથા ૨૦૪ માં તે ભેદો એક અભેદને જ અભિનંદે છે એમ કહ્યું છે-તે ભેદોને તથા કર્મના નિમિત્તથી થતા સમસ્ત પુણ્ય-પાપના વિકારી ભાવોને ગૌણ કરીને એક ચૈતન્યમાત્ર શુદ્ધ જ્ઞાયકને જ ગ્રહણ કરે છે. ગૌણ કરીને એટલે કે ભેદ અને વિકાર પરનું લક્ષ છોડી દઈને દ્રવ્યના લક્ષે શુદ્ધતાના અંશો વધતા જાય છે અને એ વધતા જતા અંશો એક અભેદને જ અભિનંદે છે. એ ભેદો ઉપર લક્ષ કરવાયોગ્ય નથી એમ અહીં કહે છે.

તે ભાવોને ‘ગૌણ કરીને’ એમ કહ્યું છે, અભાવ કરીને-એમ નહિ. સમયસાર ગાથા ૧૧ માં વ્યવહારનયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે, અભાવ કરીને નહિ. મુખ્ય અને ગૌણ એવા બે ભેદ તો જ્ઞાનમાં પડે છે, શ્રદ્ધામાં નહિ. ધર્મીને તો સદા પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજ ઉપર જ દ્રષ્ટિ હોય છે.

બીજી વાત-મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર-એમ વસ્તુનું સ્વરૂપ છે; નિશ્ચય તે મુખ્ય અને વ્યવહાર તે ગૌણ-એમ નહિ. (જો એમ થાય તો પરની અપેક્ષાએ પર્યાય પણ નિશ્ચયનો વિષય છે તેથી પર્યાય પણ આશ્રયરૂપ મુખ્ય થઈ જાય). બેમાં બહુ ફેર છે.