સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૮૧ કેમકે સ્ત્રી પરણતાં અનેક દુર્ઘટના ઊભી થાય છે. સ્ત્રીને સાચવવી, અનેક ભોગ ભોગવવા, સંતાન દીકરા-દીકરી થાય એમને ઉછેરવાં અને રળવું-કમાવું ઇત્યાદિ બધી દુર્ઘટના જ છે. એ દુર્ઘટના તો એકલું પાપ છે. એની અહીં વાત નથી. અહીં તો એમ વાત છે કે-દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એનું જ્ઞાન અને એ રાગનું આચરણ એ બધી પરાધીનતા છે કારણ કે દેવ-ગુરુ- શાસ્ત્ર પરદ્રવ્ય છે. આવી પરના લક્ષે થતી પરાધીન દશા અને સ્વભાવના લક્ષે થતી સ્વાધીન દશાને પરસ્પર વિરોધ છે, સ્વરૂપવિપરીતતા છે.
હવે કહે છે-‘વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે.’
શું કહ્યું આ? કે આત્મા શુદ્ધ પવિત્ર ચિદાનંદઘનસ્વરૂપ છે. સર્વજ્ઞ પરમેશ્વરે આવો આત્મા જોયો છે. એનું જે રાગથી ભિન્ન થઈને શ્રદ્ધાનની ક્રિયારૂપ, શાન્તિની ક્રિયારૂપ, આનંદની ક્રિયારૂપ શુદ્ધપણે પરિણમવું એને જાણનક્રિયા કહે છે; અને દયા, દાન, વ્રતાદિ રાગની રુચિરૂપે પરિણમવું તેને ક્રોધાદિક્રિયા કહે છે. એ બન્નેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જાણનક્રિયાથી ક્રોધાદિક્રિયા વિરુદ્ધ છે. જાણનક્રિયારૂપે પરિણમવું તે મોક્ષમાર્ગ છે અને એનું ફળ મોક્ષ એટલે અનંત સુખ છે. જ્યારે ક્રોધાદિક્રિયારૂપે પરિણમવું એ બંધમાર્ગ છે અને એનું ફળ સંસાર અને અનંત દુઃખ છે.
જાણનક્રિયા ધર્મની ક્રિયા છે અને રાગની રુચિરૂપ જે ક્રોધાદિક્રિયા થાય તે સ્વભાવથી વિરૂદ્ધ હોવાથી અધર્મની ક્રિયા છે. એક ક્ષમાદિના પરિણમનરૂપ છે અને બીજી ક્રોધાદિના પરિણમનરૂપ છે. અનાદિથી રાગ સાથે એકત્વની ક્રિયા છે તે ક્રોધાદિક્રિયા છે અને સ્વભાવ સાથે જે એકત્વ થયું એ જાણનક્રિયા સમ્યગ્દર્શનની ક્રિયા, આનંદની ક્રિયા, શુદ્ધતાની ક્રિયા, સ્વરૂપની રચનારૂપ વીર્યની ક્રિયા છે અને તે ધર્મ છે. બાપુ! આ નિર્ણય તો કર. આ અંતરની વાતો છે, બહારના ક્રિયાકાંડથી મળે એવી આ ચીજ નથી. ભાઈ! આ નિર્ણય કરવાનાં ટાણાં છે હોં.
અહીં સત્યનો પોકાર કરીને સત્યને જાહેર કર્યું છે. રાગ હોય છે છતાં રાગ સાધન નથી. અંદરમાં સાધન નામ કરણ નામનો ગુણ છે. એ સાધન થઈને નિર્મળ જાણનક્રિયાના ભાવે પરિણમન થાય ત્યારે નિમિત્તને આરોપથી સાધન કહેવામાં આવે છે.
હા, તત્ત્વાર્થસૂત્રનું આ સૂત્ર છે તે ખ્યાલમાં છે. ઉપરાંત ધવલમાં અને પંડિત સદાસુખદાસજીએ લખેલા ‘અર્થપ્રકાશિકા’ ગ્રંથમાં આ આવે છે. એમાં પરસ્પર ઉપગ્રહ