Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1848 of 4199

 

સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૮૭ પ્રગટે એની વાત કરે છે. કહે છે-પરલક્ષે થતો જે રાગ એનાથી ભિન્ન પડીને સ્વલક્ષે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી સમસ્ત પ્રકારે રાગ અને જ્ઞાનને જુદા કરીને ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ચોતરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એમ સમસ્ત પ્રકારથી ભગવાન આત્માને રાગથી ભિન્ન કરીને ભેદવિજ્ઞાન પ્રગટ થયું છે. અહાહા...! ભેદવિજ્ઞાન થતાં વિભાવનો કોઈ અંશ સ્વપણે ભાસતો નથી. ભેદવિજ્ઞાન આત્માને અને રાગને ચોતરફથી ભિન્ન કરતું પ્રગટ થયું છે. મતલબ કે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્ર-પ્રદેશથી ભિન્ન, કાળથી ભિન્ન અને ભાવથી ભિન્ન-એમ રાગથી આત્માને સર્વ પ્રકારે ભિન્ન કરતું ભેદજ્ઞાન પ્રગટ થયું છે.

અહાહા! આ વસ્તુ આત્મા જે ત્રિકાળ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તેને પરથી-રાગથી ભેદ પાડતાં આ પ્રત્યક્ષ નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ભાઈ! ચૈતન્યની મૂળ પુંજી ગ્રહણ કરવામાં ચૈતન્યનું પરિણમન કાર્ય કરે, તેમાં રાગ કાર્ય ન કરે, વ્યવહારરત્નત્રયનો રાગ પણ એમાં કામ ન આવે; કેમકે જ્ઞાનનું પરિણમન ધરતો આત્મા છે અને જડરૂપતા ધરતો રાગ છે. બન્નેના ભિન્ન સ્વભાવ છે.

પ્રશ્નઃ– તો ‘‘મુખ્યોપચાર દુ ભેદ યોં બડભાગિ રત્નત્રય ધરૈં’’ એમ શાસ્ત્રમાં આવે છે ને?

ઉત્તરઃ– શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિરુપચાર રત્નત્રયની સાથે રહેલા વ્યવહારરત્નત્રયનું જ્ઞાન કરાવવા તેને આરાધતો-ધરતો એમ પણ કહેવામાં આવ્યું છે. નિશ્ચયની સાથે તે વ્યવહાર હોય છે તેથી નિશ્ચયનો રાગ ઉપર આરોપ આપી તેને આરાધે છે એમ શાસ્ત્રમાં કહેલું છે. જ્ઞાની આરાધે છે તો એક સ્વને જ, પણ રાગમાં આરાધનાનો આરોપ કરી રાગને આરાધે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. હવે આગળ કહે છે-

‘अधुना’ માટે હવે ‘एकम् शुद्ध–ज्ञानघन–ओघम् अध्यासिताः’ એક શુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત અને द्वितीय–च्युताः’ બીજાથી એટલે રાગથી રહિત એવા ‘सन्तः’ હે સત્પુરુષો! ‘मोदध्वम्’ તમે મુદિત થાઓ.

અનાદિથી જે રાગમાં સ્થિત હતો તે પર્યાયબુદ્ધિ હતી, અજ્ઞાનભાવ હતો. હવે રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનપુંજમાં સ્થિત થયો તે વીતરાગ-વિજ્ઞાનરૂપ ભેદવિજ્ઞાન છે, મોક્ષમાર્ગ છે. આવું ભેદવિજ્ઞાન જ્ઞાનના લક્ષે થાય છે. રાગના લક્ષે અંદર ભેદવિજ્ઞાન ન થાય. સ્વનું-જ્ઞાનપુંજ એવા આત્માનું લક્ષ થતાં ભેદવિજ્ઞાનનું પરિણમન થાય છે.

જેમ ખેતરમાં સો સો મણના ઘાસના ગંજ-પુંજ હોય છે એમ આત્મા જ્ઞાનઘનનો પુંજ એટલે ગંજ-ઢગલો છે. એમાં સ્થિત અને બીજાથી રહિત-તે બીજું કોણ? જ્ઞાનસ્વભાવથી રાગ બીજો છે. માટે જ્ઞાનમાં સ્થિત અને રાગથી રહિત એવા હે