પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની સ્વરચિત કાવ્ય દ્વારા ભક્તિપૂર્વક સ્તુતિ
આવી આવી રે, મહાસુદી અગીયારસ,
મારા મંદિરજીની વરસગાંઠ રેઃ
ભાવી જિનેશ્વર જેતપુરને આંગણે પધાર્યા.
દૂર દૂર દેશથી ગુરુદેવ પધાર્યા,
પધાર્યા છે જેતપુર મોઝાર,... ભાવીજિનેશ્વર...
વાટું જોતા તા નાથ તમાહરી,
કયારે પધારસે લાખોના તારણહાર રે.. ભાવી....
કંઈ વિધીએ વંદુ નાથ આપને,
કઈ વિધીએ કરૂરે સન્માનરે... ભાવી....
કઈ વિધીએ પુજુ નાથ આપને,
કઈ વિધીએ કરૂં હું પ્રણામરે, ભાવી....
મોતીચંદભાઈના તો ચંદ છો,
ઉજમબાના લાડકવાયા કહાનરે, ભાવી....
અનંત સંસાર મા રે આથડયા,
કયાંય ન મળ્યા આવા ભગવંતરે, ભાવી....
અગીયાર બાર ગાથા સમજાવતા,
અમ ઉપર કર્યો બેડો પાર રે, ભાવી....
શુભ અશુભમાં રે રમતાં,
તેમાં કરાવી શુદ્ધાત્માની ઓળખાણરે, ભાવી....
સત્યને માર્ગે ચડાવીયા,
કેમ કરીને ભુલીયે ઉપકારરે, ભાવી....
હવે સાથ ન છોડીયે રે આપનો,
સાંભળો મારા વિદેહીનાથ ના બાળ રે, ભાવી....
શાસન નો સીર તાજ છો,
વંદીએ અમે વારં વાર દેવ, ભાવી....