Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1929 of 4199

 

૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

જુઓ, એક ગૃહસ્થને દીકરો હતો. તે દીકરો બિમાર પડયો તો બાપે તેનો ઈલાજ કરતાં ખાનગી રીતે દવામાં ઇંડાં વગેરે આપ્યાં. આ રીતે મહાપાપ ઉપજાવીને બાપ મરીને નરકે ગયો. જ્યારે જેના માટે પાપ ઉપજાવ્યાં તે દીકરો મરીને પરમાધામી થયો, કેમકે દીકરાના પરિણામ અત્યંત આકરા ન હતા. પછી તે પરમાધામી (દીકરો) બાપના જીવને મારવા લાગ્યો. તો એ બાપ કહે છે-ભાઈ! મેં તો તારા માટે પાપ કર્યું હતું. તું મને કેમ મારે છે? ત્યારે પરમાધામી (દીકરો) કહે હું તે કાંઈ જાણતો નથી; તેં મારી મમતા કરીને તે મમતાને પુષ્ટ કરવા પાપ કર્યાં છે અને તેનું ફળ તારે ભોગવવું જ જોઈએ. જુઓ આ બાપ-દીકરાનો સંબંધ! ભાઈ! સંસારનું સ્વરૂપ મહાવિચિત્ર છે.

કોઈને ૨પ વર્ષનો જુવાન-જોધ દીકરો મરી જાય ત્યારે બાપ પોક મૂકીને રોતો નથી? રોવે છે; તે જે રોવે છે તે શું દીકરા માટે રોવે છે? ના; એ તો પોતાના સ્વાર્થ- સગવડ માટે રોવે છે. એમ કે દીકરો દુકાન સંભાળતો હતો ને સારું કમાતો હતો પણ હવે એ સગવડ છીનવાઈ ગઈ તેથી રોવે છે. બાકી દીકરો મરીને ભલે ને ઢોરમાં કે નરકમાં ગયો હોય; એનું અહીં કોને સ્નાન-સૂતક છે? એ તો દીકરો દીકરાનું વેઠશે. શું એ કોઈ વિચારે છે કે-અરે! તત્ત્વાભ્યાસ વિના દીકરો મરીને કયાં જશે-તિર્યંચમાં કે નરકમાં-કયાં જશે? અહા! આ સંસાર આવો છે! તેમાં બધાય મોહના દાવાનળમાં બળી-ઝળી રહ્યા છે. માત્ર સમકિતી જીવો જ શાંતિને અનુભવે છે કેમકે તેમને કર્મના ઉદય પ્રતિ રાગદ્વેષમોહ નથી, તેઓ તો તેને માત્ર જાણે જ છે.

એ જ કહે છે કે-શુદ્ધ ચૈતન્યસ્વભાવને અનુભવનારો-જ્ઞાતાપણે પરિણમનારો જ્ઞાની કર્મના ઉદયને માત્ર જાણી જ લે છે. તેને જે રાગ આવે તેને માત્ર જાણે જ છે, અને તે રાગનો જે ઈલાજ કરે તેને પણ તે માત્ર જાણે જ છે. તે કાળે શરીરાદિની જે ક્રિયા થાય તેને પણ, પોતે પોતાના જ્ઞાનમાં રહીને, તેને સ્પર્શ્યા વિના અર્થાત્ એમાં તન્મય થયા વિના માત્ર જાણે જ છે. તેને કર્મમાં કે રાગમાં કે શરીરાદિની ક્રિયામાં રાગદ્વેષમોહ થતા નથી. અહા! અંતરની પરિણતિની ખૂબ ગંભીર વાત!

હવે કહે છે-‘આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ.’

જુઓ, જે કર્મ ઉદયમાં આવે છે તે તો ખરી જ જાય છે; રાગ કરે તોપણ ખરી જાય છે અને રાગ ન કરે તોય ખરી જાય છે. જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ છે તેથી તેને ઉદયકાળે (ભોગકાળે) નવું કર્મ આસ્રવતું નથી અને આસ્રવના અભાવે નવો