Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2038 of 4199

 

સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૨પ

૨. તેને તે મટાડવા ઇચ્છે છે-બીજી વાત, અને ૩. તેને રાગનો રાગ નથી. લ્યો, આ વાત છે. હવે કહે છે- ‘વળી સમ્યગ્દ્રષ્ટિને રાગનો લેશમાત્ર સદ્ભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ- સમ્યગ્દ્રષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો સમજતો નથી-તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી.’

શું કહે છે? કે જેને આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે તેવા સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી રાગ તો આવે છે, પણ તેને તે જરાય ભલો એટલે હિતકારી સમજતો નથી. જુઓ, આ વીતરાગનો માર્ગ અને આ વીતરાગની આજ્ઞા! રાગ ભલો છે એ વીતરાગની આજ્ઞા જ નથી. બાપુ! વીતરાગનો માર્ગ તો વીતરાગભાવથી જ ઊભો થાય છે, રાગથી નહિ. રાગથી ઊભો થાય એ વીતરાગનો માર્ગ છે જ નહિ. એ જ કહે છે-

અશુભ રાગ તો સમકિતીને ગૌણ છે. અર્થાત્ જ્ઞાનીને વિષયવાસનાનો રાગ ક્વચિત્ કિંચિત્ આવે છે પણ તે ગૌણ છે. અને તેને જે શુભ રાગ આવે છે તેને તે જરાય ભલો સમજતો નથી. અહા! જેણે પોતાના ભગવાનને-ચિદાનંદઘન પ્રભુ આત્માને ભલો જાણ્યો અને તેનો આશ્રય કર્યો તે શુભરાગને હવે ભલો કેમ જાણે? ‘જરાય ભલો સમજતો નથી’-છે અંદર? તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. અંદર વસ્તુ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો જ્યાં આદર થયો ત્યાં શુભાશુભ રાગનો આદર રહેતો નથી. વ્રત ને તપ ને ભક્તિ ઇત્યાદિ જેમ થાય છે તેમ થાય છે પણ સમકિતીને તેનો આદર નથી, તેના પ્રત્યે રાગ નથી. નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. જુઓ આ ધર્માત્મા! ધર્મી એને કહીએ જે રાગનો સ્વામી નથી, રાગનો ધણી નથી. લ્યો, પછી આ ધૂળનો (- પૈસાનો) હું ધણી ને બાયડીનો હું ધણી-એ તો કયાંય (દૂર) રહી ગયું. સમજાણું કાંઈ...?

તો પછી આ બાયડી-છોકરાં મારાં છે એમ માનવું શું જૂઠું છે? ઉત્તરઃ– ભાઈ! આ બાયડી મારી ને છોકરાં મારાં ને પૈસા મારા એમ માનવું એ તો નરી મૂર્ખાઈ છે; એ તો મૂઢ મિથ્યાદ્રષ્ટિની માન્યતા છે. જ્યાં ભગવાન આત્મા પોતે શરીરથી પણ ભિન્ન છે તો પછી તે બધાં તારાં છે એમ કયાંથી આવ્યું? એ બધાંનો તારામાં અભાવ છે અને તારો એ બધામાં અભાવ છે તો પછી કયાંથી એ બધાં તારાં થઈ ગયાં? બાપુ! એ તો બધી સંયોગને જાણવાની-ઓળખવાની રીત છે કે-આ પિતા, આ પુત્ર; બાકી કોણ પિતા? ને કોણ પુત્ર? બધા