૧૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા.”
જુઓ, જેણે દારૂ પીધો હોય તેને ભાન નથી હોતું કે હું કયાં સૂતો છું, એ તો વિષ્ટાના ઢગલા પર પણ જઈને સૂઈ જાય છે. તેને બીજો જગાડીને કહે કે-
૧. ભાઈ! તારું સિંહાસન તો સુવર્ણમય ધાતુનું બનેલું છે; વળી ૨. તે અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે; અને ૩. તે અતિ મજબૂત છે. માટે હું બતાવું ત્યાં આવ અને તારા સ્થાનમાં શયનાદિ કરી આનંદિત થા. જુઓ, આ દ્રષ્ટાંત છે. હવે કહે છે-
‘તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છે-સ્થિત છે,...’
જુઓ, સંસારી પ્રાણીઓ અનાદિ નિગોદથી માંડીને રાગાદિકને એટલે શુભાશુભભાવને ભલા જાણી અને તેને જ પોતાનું સ્વરૂપ જાણીને તેમાં નિશ્ચિંતપણે સૂતાં છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ અશુભભાવ છે અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવ. એ બન્ને ભાવ વિકાર છે, વિભાવ છે. છતાં અજ્ઞાનીઓ તેને સ્વભાવ જાણી, ભલા માની તેમાં જ સૂતા છે. અહાહા...! પોતાનો સ્વભાવ તો શુદ્ધ જ્ઞાનાનંદમય છે, પણ તેની ખબર નથી એટલે શુભાશુભભાવને જ સ્વભાવ જાણે છે.
ભાઈ! આ શરીર, ધન, લક્ષ્મી, સ્ત્રી-પુત્ર-પરિવાર, મહેલ-મકાન ઇત્યાદિની અહીં વાત નથી કેમકે એ તો પ્રત્યક્ષ પરચીજ છે; તેમાં આત્મા નથી અને આત્મામાં તેઓ નથી. છતાં અજ્ઞાનીઓ તે બધાંને પોતાનાં માને છે તે તેમની વિપરીત માન્યતા છે. ભાઈ! આ શરીર મારું, ને પૈસા મારા ને બાયડી-છોકરાં મારાં-એ વિપરીત માન્યતા છે અને એ જ દુઃખ છે. અજ્ઞાની એમાં સુખ માને છે પણ ધૂળમાંય ત્યાં સુખ નથી. એ તો જેમ કોઈ સન્નિપાતિયો સન્નિપાતમાં ખડખડ દાંત કાઢે છે તેમ આને મિથ્યાત્વનો સન્નિપાત છે જેમાં દુઃખને સુખ માને છે.
હા, પણ દુનિયા તો આ બધા ધનવંતોને સુખી કહે છે? બાપુ! દુનિયા તો બધી ગાંડા-પાગલોથી ભરેલી છે; તેઓ એમને સુખી કહે તેથી શું? વાસ્તવમાં તેઓ મિથ્યાત્વભાવ વડે દુઃખી જ છે.
અહીં કહે છે-શુભાશુભભાવ-પુણ્ય-પાપના ભાવ વિભાવ છે, મલિન છે, દુઃખરૂપ