સમયસાર ગાથા-૨૦૬ ] [ ૨૧૯ તૃપ્તિ પામ એમ કહે છે. તૃપ્તિ એટલે શું? કે જેમ બહુ ભૂખ લાગી હોય ને પછી ચૂરમાના લાડવા ને પતરવેલિયાં ખાય-ધરાઈને, તો તૃપ્ત-તૃપ્ત થઈ જાય છે (વિશેષ આકાંક્ષા રહેતી નથી) તેમ અહીં કહે છે-જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એટલે શું? કે જ્ઞાનમાત્ર વસ્તુ ભગવાન આત્માના અનુભવમાં તું તૃપ્ત-તૃપ્ત થઈ જઈશ. (બીજાની-વિષયોની આકાંક્ષા નહિ રહે). ભાઈ! બહારમાં અબજોની સંપત્તિ તને થાય તોય ત્યાં તૃપ્તિ નહિ થાય, કેમકે વિષયોને આધીન હોય તેને તૃપ્તિ કેમ થાય? ત્યાં તો એકલું પાપ થશે.
અહીં ત્રણ બોલ કહ્યા- ૧. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ રતિ કર. ૨. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ સંતોષ પામ. ૩. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેનો અનુભવ કરી સદાય તેમાં જ તૃપ્તિ પામ. ભાઈ! પહેલાં નિર્ણય તો કર કે વસ્તુ આ છે, અંતરમાં અનુભવ કરવાલાયક ચીજ હોય તો આ એક આત્મા જ છે. આમ નિર્ણય કરીને ત્યાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને તેમાં જ તૃપ્તિ પામ.
હવે ત્રણેય બોલનો સરવાળો કહે છે. - કહે છે-‘એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે?’
અહો! આચાર્યદેવ-નગ્ન દિગંબર સંત, અકષાયી શાંતિના સ્વામી-જગત-ને તેની ઋદ્ધિની જાહેરાત કરે છે. કહે છે-પ્રભુ! તારી ઋદ્ધિ તો જ્ઞાન અને આનંદ છે ને નાથ! તું જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મી છો ને પ્રભુ! અહા! રાગ પણ જ્યાં તારા સ્વરૂપમાં નથી ત્યાં આ બહારની ધૂળ (ધનાદિ સંપત્તિ) તારામાં કયાંથી હોય પ્રભુ! માટે કહે છે- એ બધાયનું લક્ષ મટાડી એક જ્ઞાનાનંદસ્વરૂપમાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને ત્યાં જ તૃપ્ત થા. અહાહા...! એમાં જ લીન, સંતુષ્ટ અને તૃપ્ત એવા તને ભગવાન! વચનથી અગોચર એવું સુખ થશે, વચનગમ્ય નહિ એવા અતીન્દ્રિય આનંદ અને શાંતિ પ્રાપ્ત થશે. અહા! આ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
પ્રશ્નઃ– હા; પણ આનું કાંઈ સાધન છે કે નહિ? શાસ્ત્રમાં બીજું સાધન કહ્યું છે. સમાધાનઃ– ભાઈ! શાસ્ત્રમાં બીજું સાધન જે કહ્યું છે એ તો નિમિત્તનું સહચરનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. જેમકે જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ થતાં તેમાં જે પ્રતીતિ થઈ તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. હવે ત્યાં જે દેવ-ગુરુ-ધર્મની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ રહ્યો છે તેને આરોપ કરીને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું. ભાઈ! વ્યવહાર સમકિત યથાર્થમાં સમકિત નથી, પણ નિશ્ચય સમકિતનો સહચર જાણી તેને ઉપચારથી આરોપ